મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...
20 October, 2023 11:39 IST | Mumbai | Nirali Kalani