સરિતા જોષી, એક એવું નામ જેની સાથે નાટકની ભાષા વધારે સ્પષ્ટ થાય છે. એક એવો ચહેરો જેને કારણે રંગમંચની લાઇટ્સ વધારે સતર્ક થઇ જાય છે, એક એવું સ્મિત જે ખુશીની સુરખીને વધુ લાલ બનાવે છે. તાજેતરમાં જેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો છે તેવા સરિતા જોષીને માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગમતીલાંઓનો આ મેળાવડો જાણીતા લેખક અને દિગ્દર્શક વિપુલ મહેતાએ આયોજ્યો હતો. મિડ-ડે ગુજરાતી.કોમ સાથે તેમણે આ સાંજની તસવીરો એક્સક્લુઝિવલી શેર કરી હતી. સંતુ રંગીલી હોય કે બા બહુ ઔર બેબી, આવા તો કંઇક સ્ટેજ અને સ્ક્રિન પરનાં પરફોર્મન્સ છે જેમને સરીતા જોશી દ્વારા રજુ થવાનો મોકો મળ્યો છે અને એટલે જ તે અમર બની ગયાં છે. એક નજર કરીએ ગુજરાતી ભાષાની ગરિમાની વ્યાખ્યાને ઘુંટ્યા કરતા સરિતા જોષી અને મિત્રોના ઉલ્લાસ પર.
17 October, 2020 10:31 IST