Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarati Films

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

ફાઇલ તસવીર

હું ગુજરાતી ફિલ્મમાં એવા પાત્રો ભજવવા માગું છું જે બેન્ચમાર્ક સેટ કરે: જિમિત

ઢોલિવૂડમાં ગુજ્જુભાઈ, જયસુખ ઝડપાયો અને પોલમ પોલ તો બૉલિવૂડમાં અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર સાથે ૧૦૨ નૉટ આઉટ અને ભૂલ ભુલૈયા જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય માટે જાણીતા એક્ટર જિમિત ત્રિવેદી (Jimit Trivedi)ની મનોરંજન વેબ સિરીઝ સાસ, બહુ ઔર ફ્લેમિંગો (Saas, Bahu Aur Flamingo) થોડો સમય અગાઉ જ રિલીઝ થઈ છે. આ સિરીઝમાં તેમણે ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) સાથે સ્ક્રીન શેર કરી. લોકો તરફથી પણ આ સિરીઝના પાત્ર માટે તેમને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. જિમિત ત્રિવેદીએ તાજેતરમાં જ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે બૉલિવૂડના લેજેન્ડ કહેવાતા ઍક્ટર્સ સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો અને તેઓ કેવા પાત્રો ભજવવા માગે છે તે વિશે પણ વાત કરી.

02 July, 2023 09:28 IST | Mumbai | Karan Negandhi
આ છે સુપરહીટ ફિલ્મો

Year Ender 2022 : ઢોલીવૂડની આ ફિલ્મોએ દર્શકોના દિલ પર છોડી છાપ

વર્ષ ૨૦૨૨ ઢોલીવૂડ (Dhollywood) માટે બહુ જ ફળદાયી રહ્યું છે. ઢોલીવૂડની ફિલ્મોમાં આ વર્ષે અનેક વેરિએશન જોવા મળ્યા. વિષયમાં નવીનતા જોવા મળી. ક્રિએટિવિટીમાં પણ કંઈક નવું જોવા મળ્યું. આ વર્ષે નવા વિષયની પણ અનેક ફિલ્મો આવી. જેણે બૉક્સઑફિસ પર તો ધૂમ મચાવી જ પણ સાથે-સાથે દર્શકોના દિલ પર છાપ છોડી છે.

26 December, 2022 02:40 IST | Mumbai | Rachana Joshi
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કલાકારોએ આપેલા અભિપ્રાયો જાણીએ

National Cinema Day: વાત ગુજરાતી સિનેમાની, જાણીએ કેટલાક અસરકારક મુદ્દાઓ વિશે

કોરોનાના ગ્રહણ બાદ હવે ફરી સિનેમાનો ધમધમાટ શરૂ થયો છે, જેની ઉજવણીના ભાગરૂપે મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (Multiplex Association of India)એ આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ `નેશનલ સિનેમા ડે` (National Cinema day)મનાવવાનું નક્કી કર્યુ છે. સિનેમા લવર્સ માટે આજે કોઈ પણ ફિલ્મ 75 રૂપિયામાં જોઈ શકાશે એ વાત ખાસ તો ખરી જ, પરંતુ આજે આપણે નેશનલ સિનેમાની નહીં, ગુજરાતી સિનેમાની નેશનલ લેવલ પર નોંધ લેવાય એ વિશે મહત્વની વાત કરીશું. ધીરે ધીરે ગુજરાતી ફિલ્મનો વ્યાપ વધી રહ્યો છે. `હેલ્લારો` અને `રેવા` જેવી ફિલ્મ્સે નેશનલ એવોર્ડ સિદ્ધ કર્યો છે, તો ઓસ્કારમાં પણ ગુજરાતી ફિલ્મનો ડંકો વાગ્યો છે. `છેલ્લો શૉ`ની ઓસ્કારમાં એન્ટ્રીએ સાબિત કર્યુ છે કે ઢોલીવૂડનો ઢોલ ગમે ત્યાં ગુંજી શકે છે. આ સંદર્ભે વાત કરવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઈન્ડસ્ટ્રીના કેટલાક અનુભવી અને ઉમદા કલાકારોનો સંપર્ક કર્યો હતો, તો ચાલો વિગતવાર જાણીએ કલાકારોના અભિપ્રાય વિશે.

23 September, 2022 10:33 IST | Mumbai | Nirali Kalani
મૃગતૃષ્ણા, ગાંધી એન્ડ કંપની અને સારથી ફિલ્મનાં પોસ્ટરનું કૉલાજ

Gujarati Films: આ ગુજરાતી ફિલ્મોમાં બાળકોએ આપ્યો છે મોટેરાંઓને મોટો સંદેશો

કોરોનાકાળ બાદ તાજેતરમાં ઘણી ગુજરાતી ફિલ્મો આવી છે, પરંતુ આમાંની કેટલીક ગુજરાતી ફિલ્મો એવી છે જેના વિષયના કેન્દ્રમાં બાળકો હતા પણ સંદેશો મોટેરાં માટે હતો. ક્યાંક બાળકો વડીલોને કુતૂહલ સાથે જીવતા શીખવી રહ્યા છે, તો ક્યાંક જીવન મૂલ્યોની અને અવ્યાખ્યાયિત પ્રેમની વાત કરી રહ્યા છે. તો આવો જાણીએ આવી જ ત્રણ ગુજરાતી ફિલ્મો વિશે જ્યાં બાળકોએ મોટા પડદા પરથી મોટેરાંઓને સંદેશ આપ્યો છે.

21 July, 2022 05:29 IST | Mumbai
Khushi Shah: જુઓ અભિનેત્રીના ગ્રાન્ડ બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો

Khushi Shah: જુઓ અભિનેત્રીના ગ્રાન્ડ બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો

ગુજરાતી ફિલ્મ 'અફરા તફરી'થી ઢોલિવુડમાં પદાર્પણ કરનાર અભિનેત્રી અને મૉડેલ ખુશી શાહ (Khushi Shah)એ 19 નવેમ્બરના રોજ તેના જન્મદિવસની ઉજવણી કરી. આ વર્ષે અભિનેત્રીએ ઉદયપુરના રિસોર્ટમાં પતિ અને અંગત મિત્રો સાથે જન્મદિવસ ઉજવ્યો હતો. આવો આપણે જોઈએ અભિનેત્રીના ગ્રાન્ડ બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો.

21 November, 2020 05:26 IST
RIP મહેશ-નરેશ કનોડિયા: ગુજરાતી ઈન્ડસ્ટ્રી કહે છે ‘એક યુગનો અંત થઈ ગયો’

RIP મહેશ-નરેશ કનોડિયા: ગુજરાતી ઈન્ડસ્ટ્રી કહે છે ‘એક યુગનો અંત થઈ ગયો’

ગુજરાતી ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલ’ની જોડી કહેવાતા ‘મહેશ-નરેશ’ કનોડિયાનું અવસાન થયું છે. પહેલાં 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું અને આજે એટલે કે 27 ઓક્ટોબરે તેમના ભાઈ તથા ગુજરાતી ફિલ્મોના ‘નરેશ’ એવા નરેશ કનોડિયાનું નિધન થયું છે. કદાચ ઈશ્વરને પણ સ્વર્ગમાં આ બેલડીનું સંગીત સાંભળવાની ઈચ્છા થઈ હોય શકે, તેવું લાગી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મહેશ અને નરેશનાં નામથી આ જોડી પ્રખ્યાત હતી. આ જોડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ આ જોડીએ ગુજરાતી ગીતોને નામના અપાવી હતી અને પર્ફોર્મન્સ કર્યા હતા. એક જ અઠવાડિયામાં બન્ને ભાઈનાં નિધનથી માત્ર તેમના પરિવાર જ નહીં, પરંતુ ઢોલીવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બન્ને ભાઈનાં જન્મ વચ્ચે છ વર્ષનું અંતર હતું, પરંતુ તેમનાં નિધનમાં માત્ર બે દિવસનું અંતર છે. તેમની વિદાયથી જાણે એક યુગનો અંત થઈ ગયો છે. ગુજરાતી સેલેબ્ઝ અને કલાકારોનું પણ આ જ માનવું છે. આ બેલડીના જવાથી આખી ગુજરાતી ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને તેમને શ્રદ્ધાંજલી આપી છે. (તસવીર સૌજન્ય: સેલેબ્ઝની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી, પોસ્ટ)

27 October, 2020 07:33 IST
Navratri 2020: ભૂમિ ત્રિવેદીના આ આઉટફિટ તમને આપશે કમ્પલીટ નવરાત્રી વાઈબ્સ

Navratri 2020: ભૂમિ ત્રિવેદીના આ આઉટફિટ તમને આપશે કમ્પલીટ નવરાત્રી વાઈબ્સ

વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે નવરાત્રી પર્વની ઉજવણી વર્ચ્યુલ કરવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. આજથી શરૂ થયેલા નવરાત્રી ઉત્સવની વર્ચ્યુલ ઉજવણીની તૈયારીઓ સહુએ ઘરમાં રહીને સુરક્ષિત રીતે શરૂ કરી દીધી છે. ભલે વર્ચ્યુલ ઉજવણી હોય પણ તે આઉટફિટ વગર તો અધૂરી જ છે. ગાયિકા ભૂમિ ત્રિવેદીના આઉટફિટ આપણને નવરાત્રીના કમ્પલીટ વાઈબ્સ આપે છે. નજર કરીએ ભૂમિ ત્રિવેદીની નવરાત્રી લૂક-બુક પર અને તેના પરથી પ્રેરિત થઈને કરી લઈએ વર્ચ્યુલ ઉજવણીની તૈયારીઓ. (તસવીર સૌજન્ય: ભૂમિ ત્રિવેદીનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

17 October, 2020 04:22 IST
Kumpal Patel: લગ્નજીવન પછી શરૂ કરી એક્ટિંગ અને મૉડેલિંગની ઈનિંગ

Kumpal Patel: લગ્નજીવન પછી શરૂ કરી એક્ટિંગ અને મૉડેલિંગની ઈનિંગ

કહેવાય છે કે, છોકરીના લગ્ન થાય એટલે તેમના જીવનની બીજિ ઈનિંગ શરૂ થાય છે અને તેના પછી જીંદગી પણ બદલાઈ જાય છે. ગુજરાતી મૉડેલ, અભિનેત્રી કુંપલ પટેલ (Kumpal Patel)ના જીવનમાં પણ કંઈક આવુ જ થયું છે. આવો જાણીએ તેના વિશે વધુ... (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

23 September, 2020 08:55 IST

વિડિઓઝ

Parth Bharat Thakakr: જ્યારે સંગીતકારે લૉકડાઉનમાં રસોડામાં હાથ અજમાવ્યો

Parth Bharat Thakakr: જ્યારે સંગીતકારે લૉકડાઉનમાં રસોડામાં હાથ અજમાવ્યો

પાર્થ ભરત ઠક્કરે (Parth Bharat Thakkar) જ્યારે લૉકડાઉનમાં રસોડામાં જમાવટ કરી ત્યારે શું થયું તે જાણીએ તેમની સાથેની આ ખાસ વાતચીતમાં.

21 December, 2020 11:22 IST |
જાણો Gaman Santhal નું પહેલી વાર ગાતા ગભરાવાનું કારણ આર.જે. હર્ષિલ સાથે દેસી સ્વેગર્સમાં

જાણો Gaman Santhal નું પહેલી વાર ગાતા ગભરાવાનું કારણ આર.જે. હર્ષિલ સાથે દેસી સ્વેગર્સમાં

ગુજરાતી સિંગર ગમન સંથાલ ગુજરાતનો જાણિતો સિંગર છે. સિંગર ગમન સંથાલ વિશે જાણી અજાણી વાતો જેવી કે તેના સરનેમ પાછળનું રાઝ... તો ચાલો જોડાઇ જાવ રેડિયો સીટીના આર જે હર્ષિલ સાથે....

16 October, 2019 08:35 IST |
જ્યારે 47 ધનસુખ ભવનની સ્ટાર કાસ્ટે આપી ગુજરાતીની પરીક્ષા !

જ્યારે 47 ધનસુખ ભવનની સ્ટાર કાસ્ટે આપી ગુજરાતીની પરીક્ષા !

અપકમિંગ થ્રિલર ગુજરાતી ફિલ્મ 47 ધનસુખ ભવનની ટીમ ગુજરાતી મિડ ડે ડોટ કોમની ઓફિસમાં પહોંચી હતી. અને અહીં ફિલ્મના સ્ટાર્સ ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયરે રેપિડ ફાયર ગેમ રમી, સાથે જ આપી ગુજરાતીની પરીક્ષા. જુઓ વીડિયો 

19 July, 2019 03:00 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK