કોરોનાના ગ્રહણ બાદ હવે ફરી સિનેમાનો ધમધમાટ શરૂ થયો છે, જેની ઉજવણીના ભાગરૂપે મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (Multiplex Association of India)એ આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ `નેશનલ સિનેમા ડે` (National Cinema day)મનાવવાનું નક્કી કર્યુ છે. સિનેમા લવર્સ માટે આજે કોઈ પણ ફિલ્મ 75 રૂપિયામાં જોઈ શકાશે એ વાત ખાસ તો ખરી જ, પરંતુ આજે આપણે નેશનલ સિનેમાની નહીં, ગુજરાતી સિનેમાની નેશનલ લેવલ પર નોંધ લેવાય એ વિશે મહત્વની વાત કરીશું. ધીરે ધીરે ગુજરાતી ફિલ્મનો વ્યાપ વધી રહ્યો છે. `હેલ્લારો` અને `રેવા` જેવી ફિલ્મ્સે નેશનલ એવોર્ડ સિદ્ધ કર્યો છે, તો ઓસ્કારમાં પણ ગુજરાતી ફિલ્મનો ડંકો વાગ્યો છે. `છેલ્લો શૉ`ની ઓસ્કારમાં એન્ટ્રીએ સાબિત કર્યુ છે કે ઢોલીવૂડનો ઢોલ ગમે ત્યાં ગુંજી શકે છે. આ સંદર્ભે વાત કરવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઈન્ડસ્ટ્રીના કેટલાક અનુભવી અને ઉમદા કલાકારોનો સંપર્ક કર્યો હતો, તો ચાલો વિગતવાર જાણીએ કલાકારોના અભિપ્રાય વિશે.
23 September, 2022 10:33 IST | Mumbai | Nirali Kalani