કોરોના વાયરસને કારણે જ્યારે માત્ર દેશમાં જ નહીં પણ આખા વિશ્વના દેશોમાં લૉકડાઉન જાહેર છે ત્યારે આપણાં આ ગુજરાતી કલાકારો ઘરે બેઠાં પણ કેવી રીતે મનોરંજન પૂરું પાડી શકાય તેમ જ કેવી રીતે ક્રિએટિવ રહી શકાય તે અંગે સજાગ છે અને આ રીતે તેઓ લૉકડાઉનના સમયનો સદુપયોગ કેવી રીતે થાય તેનું ઉદાહરણ પ્રસ્તુત કરતાંની સાથે એક સરસ મેસેજ પણ આ શોર્ટફિલ્મ દ્વારા આપે છે. તો જાણો આ શોર્ટફિલ્મ અને તેમના કલાકારો વિશેની કેટલીક રસપ્રદ વાતો...
વિવિધ સોશિયલ મિડીયામાં હાલ ઘણાં બધા વિષયો પર રમૂજી વીડિયો ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે મુંબઈના સુરેશ રાજડા સરના નાટ્યશિબિરના કારણે ભેગા થયેલા યુવાનોના ગ્રુપે એક મજેદાર વીડિયો બનાવ્યો છે જેનું નામ છે "લોકડાઉન કેક " 23 મિનિટની આ કોમેડી સ્ક્રિપ્ટ ના લેખક-દિગ્દર્શક રશ્મિન જોષીએ કહ્યું હતું કે ‘અમિતાભના કાલા ચશ્માવાળો વિડિયો જોયા બાદ મારા મનમાં પણ આવો જ કંઈક વિડિયો બનાવવાનો વિચાર રમી રહ્યો હતો. એવામાં મારા મિત્રની પત્નીએ એના જન્મદિવસ કંઈક અલગ કરવા માટેનો વિડિયો બનાવવા કહ્યું. બસ પછી તો શું એના જન્મ દિવસની કેક માટે બધા મિત્રો રખડીએ છીએ, સામાન ભેગો કરીએ છીએ, કેક બનાવતા મને નથી આવડતી એમ છતાં કેક બનાવીએ છીએ. આ બધા દ્વારા એક રમૂજી વિડિયો બનાવ્યો. જેનું એડીટીંગ ધૈર્ય ઠક્કર અને જીગર હડાએ કર્યુ હતું.’
01 May, 2020 02:46 IST