આખો સાગર નાનો લાગે છે જ્યારે `મ`ને કાનો લાગે. મા, મા એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ. માનો કોઈ દિવસ હોતો નથી, પરંતુ માથી દિવસ હોય છે, આવું તમે સાંભળ્યું જ હશે. પરંતુ જો એવો કોઈ દિવસ હોય જે સ્પેશિયલ માતા માટે હોય તો તે પ્રેમ વ્યક્ત કરવાની મજા પણ સ્પેશિયલ બની જાય છે. ૧૪મી મેના રોજ `મધર્સ ડે` (Mother’s Day) છે. ત્યારે આપણે અભિનય ક્ષેત્રની એ માતાઓ વિશે જાણીશું જે એક મા તરીકે ઘરની રાણી છે તો બીજી બાજુ અભિયન ક્ષેત્રની મહારાણી છે. આજે આપણે વાત કરીશું, ફિલ્મો અને ટેલિવિઝનમાં માતાની ભૂમિકા સુપેરે નિભાવનાર અભિનેત્રી અલ્પના બુચ (Alpna Buch) અને તેમની માતૃત્વની સફર વિશે…
14 May, 2023 08:00 IST | Mumbai | Rachana Joshi