Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarati Actress

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

અલ્પના બુચ

પાણીપુરીમાં સંસારના બધા જ રસ છેઃ અલ્પના બુચ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘અનુપમા’ દ્વારા ઘર-ઘરમાં જાણીતા થયેલા ગુજરાતી અભિનેત્રી અલ્પના બુચ આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

03 November, 2024 07:07 IST | Mumbai | Rachana Joshi
માનસી પારેખ

નેશનલ એવૉર્ડ્ સેરેમની હોય કે નવરાત્રિ માનસી પારેખના લૂક્સ કરે છે ઇમ્પ્રેસ

ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ (Manasi Parekh) પર ચોતરફથી અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે. કારણકે અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express) માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવૉર્ડ (Best Actress National Award) મેળવ્યો છે. નેશનલ એવૉર્ડ લેવા જતી વખતે અભિનેત્રી ચોધાર આંસુએ રડી પડી હતી એ બાબતે સહુનું ધ્યાન ખેચ્યું હતું. સાથે જ હજી એક બાબતને કારણે માનસી પારેખ સહુના આકર્ષણનું કેન્દ્ર બની હતી, તે છે તેનું આઉટફિટ. અભિનેત્રીએ એવૉર્ડ સેરેમનીમાં પહેરેલી બાંધણીની ડિઝાઇનર સાડીએ સહુનું મન મોહી લીધું હતું. ફક્ત નેશનલ એવૉર્ડ્ સેરેમનીમાં જ નહીં પણ તાજેતરમાં નવરાત્રિ દરમિયાન પણ માનસી પારેખના લૂક્સે સહુને ઇમ્પ્રેસ કર્યા હતા. ચાલો કરીએ તેના પર એક નજર…

14 October, 2024 02:51 IST | Mumbai | Rachana Joshi
માટુંગાની આર. એ. પોદાર કૉલેજમાં `રંગીલો નવરાત્ર`નું સેલિબ્રેશન

માટુંગાની કૉલેજના `રંગીલો નવરાત્ર` ઉત્સવમાં જોડાઈ ગુજરાતી અભિનેત્રી રીવા રાચ્છ

નવરાત્રિનો રંગ મુંબઈમાં તો એકદમ અનોખો જ હોય છે. મુંબઈમાં દરેક વયના લોકો એકસાથે નવરાત્રિના દરેક દિવસે મળીને જોરદાર ઉજવણી કરે છે અને ગરબામાં તો કશું પણ કહેવું ન પડે તેવા મોર્ડન અને ટ્રેડિશનલ સ્ટાઈલ સાથે ગરબાની ઉજવણીથી મુંબઈની શેરીઓ ઝગમગી ઊઠે છે. મુંબઈમાં શાળા અને કૉલેજથી લઈને દરેક ઠેકાણે ધામધૂમથી નોરતાની ઉજવણી અને ગરબાની રમઝટ જામે છે. હાલમાં મુંબઈના માટુંગાની આર. એ. પોદાર કૉલેજમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

12 October, 2024 09:26 IST | Mumbai | Viren Chhaya
પૂજા ઝવેરીના લગ્નની તસવીરો (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

Pooja Jhaveri Wedding : મલ્હારની હિરોઇન પરણી ગઈ મનના માણીગરને, જશે સાત સમંદર પાર

મલ્હાર ઠાકર (Malhar Thakar)ની ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ (Gajab Thai Gayo!)માં દમદાર પર્ફોમન્સ દ્વારા લોકોના દિલમાં વસનાર ગુજરાતી અભિનેત્રી પૂજા ઝવેરી (Pooja Jhaveri)એ તાજેતરમાં તેના મનના માણીગર સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. ગુજરાતી, કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેત્રી પૂજા ઝવેરીએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા #justmarried થયા હોવાનું જણાવ્યું છે. સાથે જ લગ્નની કેટલીક સુંદર તસવીરો શૅર કરી છે. (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

14 December, 2023 01:15 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...

25 January, 2021 02:23 IST |
Jhinal Belani: જેનાં ગાલનાં ખંજન જ નહીં પણ મળતાવડો સ્વભાવ પણ છે USP

Jhinal Belani: જેનાં ગાલનાં ખંજન જ નહીં પણ મળતાવડો સ્વભાવ પણ છે USP

જિનલ બેલાણી (Jhinal Belani)નું સ્મિત તમને ક્લિન બોલ્ડ કરવા માટે પુરતું છે. એક્ટિંગ કરવાનો વિચાર આવ્યો તો ખરો પણ ઘરે કહેતાં જીવ નહોતો ચાલતો. વેબસિરીઝ અને ફિલ્મોમાં પોતાની એક્ટિંગના અજવાળાં પાથનારી જિનલે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો, જાણો તેને કેમ ક્યારેય કોઇ અસલામતી નથી લાગતી. 

11 December, 2020 07:13 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK