ઓજસ રાવલ (Ojas Rawal) આ નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ્યું હશે. કારણકે આ એક્ટર, કૉમેડિયન, ઍન્કર, સ્પિકરે દરેક ક્ષેત્રમાં પોતાના ‘ઓજસ’ પાથર્યા છે. ગુજરાતી ફિલ્મો, સિરિયલ, નાટક, હિન્દી સિરિયલ, સ્ટેજ શો દરેક ક્ષેત્રમાં જો તમને કોઈ નામ સાંભળવા મળતું હોય તો તે છે ઓજસ રાવલનું. સ્ટાઇલ હોય કે સ્ક્રિન પ્રેઝન્સ ચોતરફ પોતાનો જાદુ ફેલાવનાર ઓજસ રાવલનો આજે જન્મદિવસ (Happy Birthday Ojas Rawal) છે. ત્યારે તેમના જન્મદિવસે જોઈએ તેમના વિશેષ પર્ફોમન્સ.
(તસવીરો : ઓજસ રાવલનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ)
01 January, 2024 11:15 IST | Mumbai | Rachana Joshi
ગુજરાતી ઈન્ફ્લુએન્સર (Influencer), કન્ટેન્ટ ક્રિએટર (Content Creator) અને એક્ટર (Actor) વિરાજ ઘેલાની (Viraj Ghelani)એ ગઈકાલે સોશ્યલ મીડિયા પર એક ખુશીના સમાચાર શૅર કર્યા હતા. જે સાંભળીને ફૅન્સ બહુ ખુશ થઈ ગયાં છે. આ ગુજ્જુ બૉયે લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ પલક ખિમાવત (Palak Khimavat) સાથે સગાઈ કરી છે. આ સગાઈમાં ઘણા ઈન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સે હાજરી આપી હતી. આવો જોઈએ વિરાજ ઘેલાનીની સગાઈમાં કોણે-કોણે આપી હાજરી…
(તસવીરો : ઇન્સ્ટાગ્રામ)
મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...
14 October, 2023 12:10 IST | Mumbai | Nirali Kalani
તાજેતરમાં નેફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ થયેલી વત્સલ નીલકાંતન (Vatsal Neelakantan) દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’ (Friday Night Plan) ઝૅનજીમાં ઘણી પૉપ્યુલર થઈ છે. આ ફીલ ગુડ ફિલ્મમાં બાબિલ ખાન (Babil Khan) મુખ્ય ભુમિકામાં છે. સાથે જ આ ફિલ્મમાં બે યુવા અભિનેતાઓની ખુબ પ્રશંસા થઈ રહી છે. આ બે યંગ એક્ટર્સ એટલે અમ્રિત જયન (Amrith Jayan) અને રિષભ જોષી (Rishabh Joshi). રિષભ જોષી ગુજરાતી અભિનેતા છે. ગુજરાતી યંગ એક્ટરે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ચોતરફ તેની વાહવાહી થઈ રહી છે. રિષભ જોષી શૅર કરે છે બાબિલ ખાન સાથે કામ કરવાનો અનુભવ અને શૂટિંગ સમયની મીઠી યાદો.
10 September, 2023 05:00 IST | Mumbai | Rachana Joshi
90ના દાયકાના એક્ટર દીપક તિજોરી (Deepak Tijori)નું નામ બૉલિવૂડના પ્રખ્યાત અને દિગ્ગજ કલાકારોની યાદીમાં આવે છે. દીપકે પોતાના અભિનયથી લાંબા સમય સુધી દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેણે `આશિકી`, `કભી હાં કભી ના` અને `જો જીતા વોહી સિકંદર` જેવી ફિલ્મોમાં ઘણા યાદગાર પાત્રો ભજવ્યા છે. પણ હવે તે મોટા પડદાની ઝાકમઝોળથી દૂર છે.
બૉલિવૂડની બહુચર્ચિત ફિલ્મ `બવાલ` (Bawaal)શુક્રવારે એટલે 21 જૂલાઈએ રિલીઝ થઈ ગઈ છે. જેમાં, ઈતિહાસ જે ઘટના અને કઠિન સમયનો સાક્ષી રહ્યો છે તેવી કેટલીક બાબતોને રજૂ કરવામાં આવી છે. જો તમે ફિલ્મ જોઈ લીધી હશે તો તમને ફિલ્મની વાર્તા ગળે ઉતરી હશે. ખેર, આપણે અહીં ફિલ્મ વિશે નહીં પરંતુ ફિલ્મમાં કલ્પેશ નામે મહત્વનું પાત્ર ભજવનાર અભિનેતા વ્યાસ હેમાંગ (Vyas Hemang )વિશે વાત કરવાની છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત `બવાલ`માં પોતાના પાત્રને અદ્ભૂત રીતે ઉજાગર કરનાર વ્યાસ હેમાંગ (Vyas Hemang ) મૂળ ગુજરાતી છે. ગુજરાતી રંગભૂમિ સાથે તેમનો અતૂટ નાતો તો છે જ સાથે સાથે ગુજરાતી ફિલ્મ અને હિન્દી ફિલ્મ તથા વેબ સિરીઝમાં પણ તેમણે અભિનયનો ઓજસ પાથર્યો છે. આપણે જાણીએ NSD થી ગુજરાતી રંગભૂમિ અને ત્યાંથી `બવાલ` સુધીની તેમની સફર વિશે..
થિએટર પ્રીમિયર લીગ: રંગભૂમિ પર પોતાની પંચલાઈન્સથી લોકોના મન પર રાજ કરનાર કલાકારોએ ગઈકાલે એટલે કે 26 જાન્યુઆરીના રોજ એક દિવસીય બૉક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન ખેલના મેદાનમાં પંચલાઈન્સથી નહીં પણ ક્રિકેટના દડાથી ચોગ્ગા-છગ્ગા ફટકારીને પોતાની સ્પૉર્ટ્સમેન સ્પિરિટ બતાવી. હવે 26 જાન્યુઆરીનો દિવસ ગુજરાતી રંગભૂમિના કલાકારોએ કેવી રીતે ઊજવ્યો તેની સવિસ્તર માહિતી ચિંતન મેહતાએ ગુજરાતી મિડ-ડે સાથેની ખાસ વાતચીત દરમિયાન આપી છે તો રંગભૂમિના કલાકારોના હાથમાં દડા સાથેની તસવીરો અને તેની માહિતી જાણો અહીં...
29 January, 2023 11:42 IST | Mumbai | Shilpa Bhanushali
ઓજસ રાવલ આજના મોટા ભાગના ગુજરાતીઓથી આ નામ અજાણ્યુ નથી. સ્ટેન્ડ અપ કોમેડી હોય કે કોમેડી વીડિયો, રંગભૂમિ હોય કે ફિલ્મો કે પછી હિન્દી સિરીયલ ઓજસ રાવલ દરેક ક્ષેત્રે પોતાનું `ઓજસ` બતાવી રહ્યા છે. મૂળ ડોક્ટર એવા ઓજસ રાવલે એક્ટિંગમાં સફળતા મેળવી છે. પ્રતિભાશાળી અભિનેતા ઓજસ રાવલનો આજે જન્મદિવસ છે, ત્યારે આવો જોઈએ તેમના ડિફરન્ટ લૂક્સ (તસવીર સૌજન્યઃઓજસ રાવલનું ઈન્સ્ટાગ્રામ)
પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...
હર્ષ છાયા આ મુલાકાતમાં વાત કરે છે પોતાના ગુજરાતી મૂળિયાંની અને પોતાનાં લેખનની. વળી કઇ રીતે તેમણે ફિલ્મોમાં કામ મેળવવા જાતે જ ઑડિશન આપવા પહોંચી જવાના અખતરા કર્યા છે તેની ય ખુલ્લા દિલે વાત કરી.
નુશરત ભરૂચાનો ક્યૂટ ચહેરો ભલભલાને ગમી જાય એવો છે, ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે આ બૉલીવુડની અભિનેત્રીએ ગુજારતીમાં વાતો માંડી અને સાથે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે એમ પણ કહ્યું.
ગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી (Jimit Trivedi) એક એવા એક્ટર છે જેમણે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મિડ-ડે સાથેની આ વિશેષ વાતચીતમાં જીમિત પોતાના ડિજીટલ ડિટૉક્સની વાત માંડે છે અને કઇ રીતે તે પોતાની જાતને આટલા ગ્રાઉન્ડેડ રાખે છે તેની વાત પણ કરે છે. જાણો એક્ટિંગના મજાના અનુભવો અને આલા દરજ્જાના કલાકરો સાથે કામ કરવાનો લાહવો કેવો હોય છે.
મોનલ ગજ્જરની (Monal Gajjar) નિર્દોષતા મન મોહી લે એવી છે. નાની વયે ઘણું વેઠીને પણ હિંમતથી આગળ વધેલી મોનલને જિંદગીની નાની ખુશીઓ જીવવાનું ગમે છે. તેણે આ મુલાકાતમાં મન મુકીને પોતાના જીવનની એવી વાતો શેર કરી છે જે તેને માટે હંમેશા બહુ અગત્યની રહી છે, પછી તે પોતાની કમાણીમાંથી લીધેલું પહેલવહેલું ટીવી પણ કેમ ન હોય. ડિપ્રેશનને માત આપી ચૂકેલી મોનલે ટોલીવુડથી ઢોલીવુડની પોતાની સફરની પણ વાત કરી છે.
સ્ટેન્ડ કૉમેડી માટે પૉલિટકલી કરેક્ટ રહેવું, ટ્રોલ્સ સાથે ડીલ કરવું અને બીજું ઘણું બધું શૅર કરે છે ઓજસ રાવલ. તેમનો બૉલીવુડ પ્રેમ અને હેમંત કુમારના અવાજની અદ્દલોઅદ્દલ નકલ કરવાની આવડત મિસ ન કરતા.
પરેશ વોરા એક એવા કુટુંબમાંથી આવે છે જ્યાં સાડીઓનો વ્યાપાર થાય છે અને તેમણે પોતે પણ જ્યારે અભિનેતા તરીકે સફળતા ન મળી ત્યારે ફરી સાડીના સ્ટોરમાં જઇને કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જાણો તેમની 'કમબૅક' સ્ટોરી
રોનક કામદારને ગુજરાતી હ્રિતિક રોશન કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. થિએટર, વાંચન, ટ્રાવેલિંગ અને કુકિંગમાં તેને ભારે રસ છે. ગુજારતી મિડ-ડે સાથેની આ વિશેષ મુલાકાતમાં તે શેર કરે છે એ દિવસની વાત જ્યારે કાઇપો છેનાં શૂટિંગમાં સુશાંત સિંહ રાજપુતની થપ્પડ જરા જોરથી વાગી ગઇ અને પછી કેવો રહ્યો આખો દિવસ. વળી એક્ટિંગના અનુભવ અને લર્નિંગ વિશે વિગતવાર વાત માંડે છે આ ગુડલુકિંગ એક્ટર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK