પાલિતાણાદાદા મને બોલાવે છે…
07 March, 2021 09:27 IST | Mumbai | Rohit Parikhઆખરે ઘાટકોપર રેલવે-સ્ટેશનનું અપગ્રેડેશન આવતા મહિને શરૂ થશે
04 March, 2021 08:41 IST | Mumbai | Rajendra Aklekarપાવનધામમાં કે પારસધામમાં ક્વૉરન્ટીન સેન્ટર ફરી શરૂ નથી થયું
22 February, 2021 08:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગુંડાગર્દી કરીને કિન્નરોએ કરી ટ્રાફિક-પોલીસની પીટાઈ
18 February, 2021 02:01 IST | Mumbai | Mid-day Correspondentનાળિયેરના નામે ગાંજાનું સ્મગલિંગ
14 February, 2021 11:54 IST | Mumbai | Bakulesh Trivediઘાટકોપરના ગુજરાતી આરોગ્ય સેતુ ઍપ પર છેક આઠ મહિને કોરોના નેગેટિવ થયા
12 February, 2021 08:11 IST | Mumbai | Rohit ParikhICUમાં દાખલ મહિલાનો વિનયભંગ કરવાના આરોપસર ગુજરાતી વૉર્ડબૉયની ધરપકડ
11 February, 2021 08:47 IST | Mumbai | Prakash Bambhroliaશાંતિદૂત કબૂતરો કેમ ડેન્જરસ?
10 February, 2021 08:52 IST | Mumbai | Rohit Parikhઆજે આપણે વાત કરવાના છીએ ઘાટકોપર વેસ્ટમાં સ્થિત સંતોષી માતાનું મંદિરની. વર્ષ ૧૯૭૩ના દિવસે આ મંદિરનો પાયો નખાયો હતો. વળી, આ દિવસે શિવરાત્રીનો પરમ પાવન દિવસ પણ હતો. આજે દવે પરિવારની ચોથી પેઢી માતાજીની પૂજા કરે છે. હાલ સેવા આપતાં જિતેન્દ્ર દવેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલી આ ખાસ માહિતી પ્રસ્તુત છે અહીં. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
11 March, 2025 11:57 IST | Mumbai | Dharmik ParmarBMC એ જણાવ્યું હતું કે પવઈના મિલિંદ નગર ખાતે આવેલી ૧૮૦૦ મીમી વ્યાસની પાણીની પાઇપલાઇન જોઈન્ટના ૩૦૦ મીમી વ્યાસના બાયપાસ કનેક્શનમાં શુક્રવારે એક મોટું ભંગાણ થયું હતું. (તસવીરો: મિડ-ડે)
02 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondentરોમાંચક જંગમાં પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ કરનાર પાવર પલ્ટન Aની ૪૧ રનથી હાર : બેસ્ટ બૅટર અને પ્લેયર આૅફ ધ સિરીઝ બનીને પ્રિયા મહેતા છવાઈ ગઈ ‘મિડ-ડે’ તથા ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા સંયુક્ત રીતે આયોજિત મુંબઈના ગુજરાતી-મારવાડી-પારસી સમાજની મહિલા ક્રિકેટરોના વર્લ્ડ કપ જેવી ગણાતી ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૧૬મી ધમાકેદાર સીઝનમાં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમે સતત ત્રીજા વર્ષે અને કુલ સાતમી વાર ચૅમ્પિયન બનીને આ ટુર્નામેન્ટમાં નવો વિક્રમ રચ્યો છે. એક તરફ ઘાટકોપર જૉલી જિમખાનાએ ૧૧મી વખત ફાઇનલમાં પહોંચીને નવો રેકૉર્ડ સ્થાપ્યો છે તો ત્યાં બીજી તરફ પાવર પલ્ટન A ટીમે પહેલી વખત આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચીને કમાલ કરી છે. ઘાટકોપર જૉલી જિમખાનાએ ૧૦ ફાઇનલના અનુભવના જોરે જ પાવર પલ્ટન A ટીમને ૪૧ રનથી હરાવી હતી. ટ્રાયેન્ગ્યુલર સેમી ફાઇનલ જંગમાં છેલ્લાં બે વર્ષની રનર-અપ ટીમ માહ્યાવંશી યોગેશ પટેલ-8 ટીમને હરાવીને બન્ને ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ઘાટકોપર જૉલી જિમખાનાની કૅપ્ટન નંદિતા ત્રિવેદીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટૉસ વખતે તેણે હરીફ ટીમને ૧૦૦થી ૧૨૦નો ટાર્ગેટ આપવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. પાવર પલ્ટન A ટીમની સચોટ બોલિંગ અને ફીલ્ડિંગ સામે તેઓ ૬ ઓવરમાં ૪ વિકેટે ૮૯ રન જ બનાવી શક્યા હતા જેમાં તુશી શાહ (૧૩ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૩૦ રન) અને નિધિ દાવડા (૧૨ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૩૪ રન)નું મુખ્ય યોગદાન હતું. એક સમયે ઘાટકોપર જૉલી જિમખાના ૩ ઓવરના અંતે કેતકી ધૂર્રે, નંદિતા ત્રિવેદી અને અનામિકા રાવડિયાની વિકેટ ગુમાવીને ૨૭ રન સાથે સઘર્ષ કરી રહ્યું હતું પણ અનુભવી તુશી શાહ અને નિધિ દાવડા ચોથી વિકેટ માટે ૨૦ બૉલમાં ૪૫ રનની પાર્ટનરશિપ વડે ટીમને ચૅલેન્જિંગ સ્કોર સુધી લઈ ગઈ હતી. જવાબમાં પાવર પલ્ટન A ટીમે તેમની સુપરસ્ટાર ખેલાડી પ્રિયા મહેતા (૧૫ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૨૮ રન)ના જોરે ૩ ઓવરમાં ૪૩ રન ફટકારતાં ઘાટકોપર જૉલી જિમખાનાના કૅમ્પમાં સોંપો પડી ગયો હતો. જોકે ચોથી ઓવરમાં તુશી શાહે પ્રિયા મહેતા અને કૅપ્ટન પૂજા શાહને આઉટ કરીને ટીમને જબરદસ્ત કમબૅક કરાવ્યું હતું. એક જ ઓવરમાં આ ડબલ ઝટકા બાદ પાવર પલ્ટન ટીમ ફસડાઈ પડી હતી અને ૩ ઓવરમાં એક વિકેટે ૪૩ રનથી ૫.પ ઓવરમાં માત્ર ૪૮ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ૪૧ રનથી જીત સાથે ઘાટકોપર જૉલી જિમખાનાએ ચૅમ્પિયનશિપની હૅટ-ટ્રિક અને સૌથી વધુ સાતમી વાર ચૅમ્પિયન સાથે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. તુશી શાહ ફરી ફાઇનલની સ્ટાર મારવાડી જૈન સમાજની અને અન્ડર-23 મુંબઈ ટીમની કૅપ્ટન તુશી શાહે ગઈ કાલે ફાઇનલમાં ૧૩ બૉલમાં અણનમ ૩૦ રન અને ૧.૨ ઓવરમાં માત્ર ૬ રન આપીને પ્રિયા મહેતા અને પૂજા શાહ જેવી ડેન્જર ખેલાડી સહિત ત્રણ વિકેટ ઝડપી ઘાટકોપર જૉલી જિમખાનાને ચૅમ્પિયન બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ પહેલાં ૨૦૨૩ની ફાઇનલમાં પણ તુશી શાહે ૧૮ બૉલમાં ત્રણ જોરદાર સિક્સર અને ચાર ફોરની મદદથી અણનમ ૪૬ રન ફટકારીને ટીમને ચૅમ્પિયન બનાવી હતી. આખરે કરી હૅટ-ટ્રિકની કમાલ ઘાટકોપર જૉલી જિમખાનાએ સાતમી વાર ચૅમ્પિયન બનીને સૌથી વધુ વાર ચૅમ્પિયન બનવાનો પોતાનો જ રેકૉર્ડ વધુ મજબૂત કરી લીધો હતો. આ મામલે બૉમ્બે રૉકર્સ ટીમ ચાર વાર ચૅમ્પિયનશિપ જીતીને બીજા નંબરે છે. જોકે કોઈ ટીમ અત્યાર સુધી સતત ત્રણ વર્ષ મિડ-ડે લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવામાં સફળ નહોતી થઈ શકી. આ પહેલાં કે.વી.ઓ. ટીમ ૨૦૧૦ અને ૨૦૧૧માં તથા બૉમ્બે રૉકર્સ ૨૦૧૫ અને ૨૦૧૬ સતત બે વર્ષ જીતી હતી, પણ હૅટ-ટ્રિકની કમાલ નહોતી કરી શકી. ઘાટકોપર જૉલી જિમખાના પણ આ પહેલાં ૨૦૧૭ અને ૨૦૧૮માં સતત બે વર્ષ ચૅમ્પિયન બની હતી, પણ ૨૦૧૯માં ચક દે બૉમ્બે રૉકર્સ સામે ફાઇનલમાં હાર થતાં હૅટ-ટ્રિક નહોતી કરી શકી, પણ આ વખતે હૅટ-ટ્રિક કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરી હતી અને ટૉસ વખતે જ તેમની કૅપ્ટન નંદિતા ત્રિવેદીએ એની કબૂલાત પણ કરી હતી. પ્રિયા મહેતા ન્યુ સુપરસ્ટાર કિંજલ અંબાસણા, ડિમ્પલ ગાલા, મનાલી રાવલ, રાધિકા ઠક્કર, નિધિ દાવડા, જયશ્રી ભૂતિયા વગેરે બાદ મિડ-ડે લેડીઝ ક્રિકેટને પ્રિયા મહેતાના રૂપમાં એક નવી સુપરસ્ટાર મળી છે. મુલુંડની રહેવાસી અને મારવાડી સમાજની પ્રિયા મહેતા તેના શાનદાર પર્ફોર્મન્સ વડે આ વખતે બધાની પ્રિય બની ગઈ હતી. તે એકલે હાથે ટીમને ફાઇનલ સુધી દોરી ગઈ હતી અને ફાઇનલમાં પણ એ જ્યાં સુધી મેદાનમાં હતી ત્યાં સુધી તેની ટીમ ચૅમ્પિયન બની જશે અને ટુર્નામેન્ટને એક નવી ચૅમ્પિયન મળશે એવું લાગી રહ્યું હતું. પ્રિયાએ છ મૅચમાંથી ચારમાં તો વુમન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો છે. ૨૪ સિક્સર અને ૨૦ ફોરની રમઝટ તેમ જ ૮૪.૩૩ની ઍવરેજ અને ઑલમોસ્ટ ૩૦૦ના સ્ટ્રાઇક-રેટ સાથે તેણે હાઇએસ્ટ ૨૫૩ રન બનાવ્યા છે. પ્રિયાએ ચાર વખત સિક્સરની હૅટ-ટ્રિક ફટકારવાની પણ કમાલ કરી છે. ૮૨ રનનો ઇન્ડિવિજ્યુઅલ સ્કોર પણ તેણે જ ફટકાર્યો છે. આ ઉપરાંત ૩ વિકેટ, ૩ કૅચ અને બે રનઆઉટ કરાવ્યા હતા. કમાલનો ઇન્ડિવિજ્યુઅલ પર્ફોર્મન્સ કરનારી ખેલાડીઓ હાફ-સેન્ચુરી (ઇનામ ૨૫૦૦ રૂપિયા) ૧) પ્રિયા મહેતા (પાવર પલ્ટન A) ૨) જયશ્રી ભૂતિયા (માહ્યાવંશી યોગેશ પટેલ 8) ૩) નિધિ દાવડા (ઘાટકોપર જૉલી જિમખાના) ૪) કેતકી ધૂર્રે (ઘાટકોપર જૉલી જિમખાના) ૫) નંદિતા ત્રિવેદી (ઘાટકોપર જૉલી જિમખાના) ૬) રિદ્ધિ ગોસ્વામી (પાવર પલ્ટન B) વિકેટની હૅટ-ટ્રિક (ઇનામ ૧૦૦૦ રૂપિયા) ૧) કાજલ શાહ (ટ્રાન્સફૉર્મ) સિક્સરની હૅટ-ટ્રિક (ઇનામ ૧૦૦૦ રૂપિયા) ૧) પ્રિયા મહેતા (પાવર પલ્ટન A) – ચાર વાર ૨) દિશા મોતા (પાવર પલ્ટન A) – બે વાર ૩) રિદ્ધિ ગોસ્વામી (પાવર પલ્ટન B) – એક વાર ૪) કેતકી ધૂર્રે (ઘાટકોપર જૉલી જિમખાના) – એક વાર ૫) દિયા સંઘવી (માહ્યાવંશી યોગેશ પટેલ 8) – એક વાર ૬) જયશ્રી ભૂતિયા (માહ્યાવંશી યોગેશ પટેલ 8) – એક વાર
19 February, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆજે આપણે જે આસ્થાના એડ્રેસ પર જવાનાં છીએ તે તિરૂપતિ બાલાજી મંદિર છે. અને હા, આ સાઉથનું મંદિર નથી. પણ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આવેલું છે. ઘાટકોપર પૂર્વમાં તિલક રોડ પર આ મંદિર આવેલું છે. અહીં જે ભગવાન વેંકટેશની મૂર્તિ છે તે તિરુપતિ બાલાજી મંદિરમાં આવેલી મૂર્તિ સમાન જ છે. તો, આવો મુંબઈનાં આ પ્રાચીન મંદિરનાં દર્શનાર્થે જઈએ. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
21 January, 2025 12:00 IST | Mumbai | Dharmik Parmarકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 પહેલા મુંબઈની મુલાકાત લીધી હતી, જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસવીરો: આશિષ રાણે)
12 November, 2024 08:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentચણિયાચોળી હોય કે પછી ઇન્ડોવેસ્ટર્ન કૉસ્ચ્યુમ, એની સાથે મૅચ થાય એવી વાઇબ્રન્ટ જ્વેલરી વિના નવરાત્રિ ફિક્કી લાગે. આ વર્ષે માર્કેટમાં નવરાત્રિની જ્વેલરી અને ઍક્સેસરીઝમાં શું ખાસ મળી રહ્યું છે એ માટે ‘મિડ-ડે’ની ટીમે મુંબઈનાં ત્રણ હૉટ લોકેશનમાં ફરીને મેળવેલી માહિતી પ્રસ્તુત છેચણિયાચોળી હોય કે પછી ઇન્ડોવેસ્ટર્ન કૉસ્ચ્યુમ, એની સાથે મૅચ થાય એવી વાઇબ્રન્ટ જ્વેલરી વિના નવરાત્રિ ફિક્કી લાગે. આ વર્ષે માર્કેટમાં નવરાત્રિની જ્વેલરી અને ઍક્સેસરીઝમાં શું ખાસ મળી રહ્યું છે એ માટે ‘મિડ-ડે’ની ટીમે મુંબઈનાં ત્રણ હૉટ લોકેશનમાં ફરીને મેળવેલી માહિતી પ્રસ્તુત છે. દર્શિની વશી, રાજુલ ભાનુશાલી, હિના પટેલના ઇનપુટ્સ દ્વારા જાણો કાંદિવલી,બોરીવલી, ઘાટોકપર અને ભૂલેશ્વરમાંથી કેવી રીતે કરશો નવરાત્રિનું શોપિંગ?
01 October, 2024 06:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondentનવરાત્રિમાં બે-ચાર જૂની ચણિયાચોળીથી કામ ચાલી જાય, પણ બાકીના દિવસો માટે વર્ષે કંઈક નવું લેવાનું તો ઊભું જ હોય. નવેનવ દિવસ કંઈક નવું પહેરવું હોય તો આજે મિડ-ડેની ટીમ મુંબઈનાં ત્રણ પ્રાઇમ લોકેશન્સમાં સર્વે કરીને ખાસ શું ટ્રેન્ડમાં છે એ જાણી લાવી છે. પ્રસ્તુત છે એની તસવીરી ઝલક નવરાત્રિ શરૂ થવાને હવે માંડ થોડા દિવસ જ બાકી રહ્યા છે પણ એનું શૉપિંગ મહિનાઓ પૂર્વેથી જ થવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને કપડાંનું. દર વખતની જેમ આ વખતે પણ ખૈલેયાઓનાં કપડાંઓથી બજારો ઊભરાઈ રહી છે. એટએટલી વરાઇટી, જાતજાતનાં કલર- કૉમ્બિનેશન, નિતનવી પૅટર્ન, ભાતભાતના કામ સાથેનાં કપડાં જોઈને એક મિનિટ માટે મગજ કામ કરતું બંધ થઈ જાય છે કે શું લેવું અને શું ન લેવું. એમાં પણ જો તમે એવી માર્કેટમાં ઘૂસી જાઓ જ્યાં આવાં કપડાંનો ખજાનો હોય તો પછી પૂછવું જ શું. અહીં અમે આપેલી પ્રાઇસ ફેરિયાવાળાભાઈએ કહેલી પ્રાઇસ છે. એમાં બાર્ગેન કરવાની તમારી કળા પર નિર્ભર કરે છે કે આ વસ્તુઓ તમને કયા રેટમાં મળશે. દર્શિની વશી, રાજુલ ભાનુશાલી, હિના પટેલના ઇનપુટ્સ દ્વારા જાણો કાંદિવલી,બોરીવલી, ઘાટોકપર અને ભૂલેશ્વરમાંથી કેવી રીતે કરશો નવરાત્રિનું શોપિંગ?
30 September, 2024 05:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઘાટકોપરની શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની શતાબ્દી ઉજવણી 10 ઑગસ્ટ, 2024ના રોજ શ્રીમતી ભૂરીબેન લક્ષ્મીચંદ ગોળવાલા ઑડિટોરિયમમાં યોજાઈ હતી.
12 August, 2024 02:56 IST | Mumbai | Karan Negandhiઘાટકોપરમાં ભારતની સૌથી ભવ્ય દહીં-હાંડી થઈ હતી. જ્યાં બોલિવૂડના સ્ટાર્સ કેન્દ્રસ્થાને હતા. શક્તિ કપૂર, જીતેન્દ્ર અને પદ્મિની કોલ્હાપુર, રિતુ શિવપુરી અને જાણીતા કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસની હાજરી રહી હતી. રાજકારણીઓ આશિષ શેલાર, રામદાસ આઠવલે, દેવેન્દ્ર ફડણવીસ અને કિરીટ સોમૈયાએ સ્ટેજ પર દહી-હાંડી ફોડીને ઉત્સાહમાં વધારો કર્યો હતો.
08 September, 2023 01:40 IST | Mumbaiઘાટકોપર (વેસ્ટ)ની રાજાવાડી કોલોનીમાં ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. કેટલાક રહેવાસીઓ બિલ્ડીંગમાં ફસાયા હતા. ઘાટકોપર ઈમારત ધરાશાયી થવાને કારણે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરતા પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે તરત પહોંચી ગયા હતા. અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આવી જ એક ઘટનામાં, ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક રેસ્ટોરન્ટની છત તૂટી પડતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
25 June, 2023 03:16 IST | MumbaiADVERTISEMENT