અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.
ગણપતિબાપ્પા આવે એટલે ભક્તજનો તો હરખાઈ જાય છે, પણ યુનિક ડેકોરેશન, સેટઅપ જોઈને બાપ્પા પણ હરખાઈ જ જતાં હશે! જુઓ ને, બોરિવલીના ગુજ્જુ ગૌરવભાઈએ પોતાના ઘરમાં બસો સાબુનો ઉપયોગ કરીને સુંદર ડેકોરેશન બનાવ્યું છે, એ પણ સ્વચ્છતાનો સંદેશ આપતું! લ્યો, તમેય કરો દર્શન
12 September, 2024 09:30 IST | Mumbai | Dharmik Parmar
બૉલિવૂડના જગતમાં પણ ગણેશ ચતુર્થીનો અત્યંત આનંદ જોવા મળી રહ્યો છે. અનેક સેલેબ્સે પોતાના ઘરે ભગવાન ગણેશની મુર્તિ સ્થાપિત કરી હતી. જુઓ આ ભક્તિમાં તરબોળ તસવીરો
Ganesh Chaturthi 2023: સોમવારે રાત્રે અનેક બૉલિવૂડ સ્ટાર્સના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન થયું હતું. આજે મંગળવારે તો સ્થાપનાનું શુભ મુહૂર્ત હોવાથી સૌ કોઈ ગઇકાલે જ બાપ્પાને ધામધૂમથી લાવતાં જોવા મળ્યા હતા.
આવતી કાલે રાજ્યનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે ચોતરફ માહોલ ખરેખર જોવા જેવો છે. માર્કેટમાં ભીડ જામી છે તો રસ્તા પર ભક્તોની ભીડ જોવા મળે છે.
(તસવીરો : આશિષ રાજે)
આ ગણેશ ચતુર્થી 2024, બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેના પરિવારે પ્રેમ અને ખુશીથી સંપૂર્ણ વાઇબ્રન્ટ વિસર્જન ઉત્સવમાં ભાગ લીધો હતો. ખાન પરિવાર મુંબઈના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જોવા મળ્યો હતો જ્યાંથી તેઓએ વિસર્જન શોભાયાત્રા શરૂ કરી હતી. સલમાન ખાન, અરબાઝ ખાન તેનો દીકરા અરહાન સાથે અને અર્પિતા શર્મા તેના બાળકો અને પતિ આયુષ શર્મા અને અન્ય લોકો સાથે આ સુંદર પરંપરા માટે સાથે આવ્યા હતા. સલમાનની એક્સ સંગીતા બિજલાણી અને ગાયક હિમેશ રેશમિયા પણ વિસર્જનમાં સામેલ થયા હતા.
બાપ્પાના નામની પાછળ આપણે `મોરયા` કેમ બોલીએ છીએ? આ વીડિયોમાં અમે તમને જણાવીશું આ પ્રાર્થના આખરે શરૂ કઈ રીતે થઈ. વર્ષ 1375માં જન્મેલા મોરયા ગોસાવી, પુણેના ચિંચવડ ગામના એક પ્રતિષ્ઠિત ભક્ત હતા. તેઓ ગણેશ ચતુર્થીએ મયુરેશ્વર મંદિરમાં દર્શન કરવા જતાં, પરંતુ વૃદ્ધાવસ્થામાં તેમણે નિયમિત પધારવું મુશ્કેલ થઈ ગયું. એક દિવસ ગણપતિજીએ સ્વપ્નમાં મળીને આશ્વાસન આપ્યું કે તેઓ તેમને દર્શન આપશે. અને પછી શું થયું... તેનો જવાબ મળશે આ વીડિયોમાં! વીડિયો પસંદ આવે તો લાઈક, શૅર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં!
હવે તો ગણેશ ચતુર્થી નજીક આવે છે. ત્યારે ટેલિવિઝન અભિનેતા શરદ મલ્હોત્રાએ ભગવાન ગણેશ પ્રત્યેની તેમની અતૂટ ભક્તિ વ્યક્ત કરી હતી. તેમણે જીવનના દરેક પાસાઓમાં ગણેશજીના આશીર્વાદ કેવી રીતે કામ લાગે છે તેના પર ભાર મૂક્યો હતો. તેમનું આગામી ગીત "ગણરાજ" આ આધ્યાત્મિક બંધનનું પ્રતિબિંબ છે.
ડેઝી શાહ અને સ્ટેન્ડ-અપ કોમેડિયન નીતિન આર મિરાનીએ તાજેતરમાં ભગવાન ગણેશના જીવન પર કેન્દ્રિત તેમની આગામી ટૂંકી ફિલ્મ `ધ એલિફન્ટ ઇન ધ રૂમ` વિશે વાત શૅર કરી હતી. ગણપતિ બાપ્પા પ્રત્યેની તેમની ઊંડી ભક્તિ અહીં જોવા મળે છે. તેણે કહ્યું કે કેવી રીતે તેના જીવનની દરેક પરિસ્થિતિમાં શક્તિ અને માર્ગદર્શન માટે ભગવાન ગણેશ તેની મદદ કરે છે.
માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK