Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Frozen

લેખ

પ્રિયંકા ચોપડા અને પરિણીતી ચોપડા

ફ્રોઝન 2ના હિન્દી વર્ઝન માટે પ્રિયંકા ચોપડા અને પરિણીતી કરશે ડબિંગ

ફ્રોઝન 2ના હિન્દી વર્ઝન માટે પ્રિયંકા ચોપડા અને પરિણીતી કરશે ડબિંગ

19 October, 2019 11:39 IST | મુંબઈ

ફોટા

ઝંસ્કાર રિવર - તસવીર ધર્મિષ્ઠા પટેલ

ચાલો ફરવાઃ એક એવો ટ્રેક જે પહાડ ચઢીને નહીં, પણ થીજેલી નદી પર ચાલીને કરાય છે

આજથી શરુ થતા ટ્રેકને લઈને હું ઉત્સાહી હતી. મારું અને કોઈનું પણ ઉત્સાહી થવું સ્વાભાવિક હતું. કેમ કે આખરે હું એ નદીના પ્રવાહને મળવા જઈ રહી હતી. જેના કિનારે ભારતીય સંસ્કૃતિએ જન્મ લીધો છે. જે સિંધુ(ઈન્ડસ) નદીની મુખ્ય અને પહેલી સહાયક નદી ઝાંસકાર પર કરવાનો હતો. ભારતનો કપરો મનાતો આ ટ્રેક દરેક ટ્રેકરનું સપનું છે. જ્યારે મારા જેવા કેટલાકનું સપનું આજે હકીકતમાં ફેરવાઈ રહ્યું હતું. આ એવો ટ્રેક છે જ્યાં દર વર્ષે 50 -100 લોકો કાં તો થોડાક સમય માટે ફસાય છે કાં તો તેમને રેસ્ક્યૂ કરવા પડે છે. ત્યારે વાંચો થીજેલી નદી પર માઈનસ 30થી 35 ટેમ્પ્રેચરની વચ્ચે થતાં આ ટ્રેકમાં એવું તો શું છે કે લોકો આ જોખમ ખેડવા તૈયાર હોય છે. ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈએ મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)

13 January, 2023 07:08 IST | Mumbai | Dharmishtha Patel

વિડિઓઝ

Aishwarya Majmudar: મધુરા અવાજની મીઠડી માલકણ ગણગણે છે મનગમતાં ગીત

Aishwarya Majmudar: મધુરા અવાજની મીઠડી માલકણ ગણગણે છે મનગમતાં ગીત

ઐશ્વર્યા મજમુદાર (Aishwarya Majmudar) એક એવું નામ છે જેનાથી આપણે સૌ વાકેફ છીએ. ગુજરાતી મિડ-ડે સાથેનાં એક્સક્લુઝિલ ઇન્ટરવ્યુમાં તે પોતાની જર્નીની વાત કરે છે, યાદ કરે છે અમિતાભ બચ્ચન સાથેનો અનુભવ અને લલકારે છે ફેન્સની ફરમાઇશ પણ અને માંડીને વાત કરે છે તેની મમ્મી સાથેનાં તેના કનેક્શનની..જાણો શું છે તેનો ડ્રીમ પ્રોજેક્ટ...

07 October, 2020 01:24 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK