લોકગાયક નીરવ બારોટ માત્ર મુંબઈ અને ગુજરાતમાં જ નહીં પણ હવે આખા દેશમાં તથા પરદેશના ગુજરાતીઓ વચ્ચે પણ જાણીતું નામ બની ગયા છે. એટલું જ નહીં તે દેશના અનેક ગાયકો માટે પ્રેરણા પણ બન્યા હશે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે નીરવ બારોટ માત્ર તેમના ચાહકો માટે જ નહીં પણ તેમના નાના ભાઈ એટલે કે તેમના કાકાના છોકરા પ્રતિક બારોટ માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે. પ્રતિક બારોટને બાળપણમાં હિન્દી ગીતો ગાવાનો શોખ હતો પણ નીરવ બારોટને જોઈને તે પણ લોકસંગીત તરફ વળ્યા. આ વિશે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે તો જાણો તેમના વિશે વધુ.
25 June, 2024 07:41 IST | Mumbai | Shilpa Bhanushali
વિકએન્ડમાં મુંબઈ (Mumbai) ના પરાંમાં જાણે આખે આખું સૌરાષ્ટ્ર આવી ગયું હોય તેવો અનુભવ થયો હોય તો તમે પાક્કું આદિત્ય ગઢવી (Aditya Gadhvi) ના લાઈવ કોન્સર્ટ (Aditya Gadhvi Live In Concert) માં ગયા હશો. સોશ્યલ મીડિયા (Social Media) માં અત્યારે જેની ચર્ચા થઈ રહી છે તે છે ‘કવિરાજ’ (Kaviraj) ઉર્ફ આદિત્ય ગઢવી.
(તસવીરોઃ આદિત્ય ગઢવીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
‘ખલાસી’ ફેમ લોક લાડીલા આદિત્ય ગઢવી (Aditya Gadhvi)ને પણ સામાન્ય મુંબઈગરાંની જેમ મુંબઈ ટ્રાફિક (Mumbai Traffic)ની જેમ પળોજણમાં નહીં પડવું હોય તેનો પુરાવો આપે છે આ તસવીરો. આજે સવારે ગુજરાતનાં લોકગાયક આદિત્ય ગઢવીએ મુંબઈ મેટ્રો (Mumbai Metro)માં મુસાફરી કરી હતી.
(તસવીરો : નિમેશ દવે)
લંડનના રાજવી પરિવારના મહારાણી એલિઝાબેથને બ્રિટનની ગાદી સંભાળ્યાના 70 વર્ષ પૂર્ણ થયા હોવાની ઉજવણીના ભાગરૂપે બ્રિટન શાહી ખાનદાન પ્લેટિનિયમ જ્યુબીલી વર્ષ ઉજવી રહ્યું છે. તેના અનુસંધાને વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુળ ગુજરાતી સિંગર પ્રીતિ વરસાણીએ પર્ફોમ કર્યુ હતું.
જાણીતા ગુજરાતી લોકગાયક અને શિવભક્ત તેમજ મા મોગલના આરાધક એવા લોકપ્રિય નીરવ બારોટે નવરાત્રીની તૈયારીઓ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે. આ વાતચીતમાં નવરાત્રીની ખાસ તૈયારી અને તેઓ કેવી રીતે ગળાનું ધ્યાન રાખે છે તેના અંગે ખુલાસો કર્યો છે, જે જાણવા માટે જુઓ આખો વીડિયો.
ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ.
આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.
નિરવ બારોટ (Nirav Barot) શિવ ભક્ત લોક ગાયક છે, તેમના આગવા લહેકામાં તે અનેક મજાની રજુઆતો તે રિલીઝ કરતા રહે છે. માતાજીના ડાકલા હોય કે કંઇક બીજું પણ ગળથુથીમાં મળેલી કળાને સતત ઉજાગર કરવાનું ચૂકતા નથી. જાણો નિરવ બારોટ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના આ ઇન્ટરવ્યુમાં.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK