માતા માટે જેટલું લખાયું છે એટલું કદાચ પિતા માટે લખાયું નથી, તેનું એકમાત્ર કારણ હોઇ શકે કે પિતા જે રીતે કડકાઇથી શિસ્ત શીખવે છે મજબૂત બનાવવામાં તમારા પર ગુસ્સો બતાવીને તમારી ચિંતા કરે છે. તે કદાચ શબ્દોમાં વર્ણવવું ખૂબ જ મુશ્કેલ રહ્યું હશે. તેમ છતાં પિતા માટે જો કોઇ શબ્દ વાપરવો હોય તો કહી શકાય કે પિતાનું કાળજું નાળિયેર જેવું હોય છે બહારથી કડક અને અંદરથી સાવ પોકળ, એટલું નરમ હોય છે જેની કલ્પના પણ શક્ય નથી હોતી. કહેવામાં આવે છે કે જે ટાંકણી બધાં જ પાનાંને એકસાથે બાંધી રાખે છે તે જ બધાં પાનાંને સૌથી વધારે લાગતી હોય છે... તો આજે આંતરરાષ્ટ્રીય પિતૃ દિવસ નિમિત્તે જોઇએ કેટલાક એવા સામાન્ય લોકોની તસવીરો તેમના પિતા માટે અપાયેલા સંદેશા સાથે...
21 June, 2020 12:31 IST