ફરહાન અખ્તર (Farhan Akhtar) શિબાની દાંડેકર (Shibani Dandekar)નાં લગ્ન થઇ ગયાં અને તેમનાં લગ્નની તસવીરો હવે જાહેર થઇ છે. જાવેદ અખ્તર, શબાના આઝમી, હની ઇરાની, ઝોયા અખ્તર, ઋતિક રોશનનાં નવદંપતિ સાથેનાં ફોટોગ્રાફ્સ, ફોટોઝમાં ઝળકતી ખુશી, ડ્રેસિંગ, ડેકોર બધું જ એક અલગ માહોલ ખડો કરે છે. ફરહાન અખ્તરે આજે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો મુકી છે અને એ તસવીરો જોઇને તમે પણ ગણગણવા માંડશો, `સુરજ કી બાંહો મેં અબ હૈ યે ઝિંદગી....` (તસવીરો - ફરહાન અખ્તર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ) તેમનાં લગ્નની ફોટોગ્રાફી કરી છે સેમ એન્ડ એકતાએ કરી છે. સ્વાભાવિક છે કે તેમને પણ ફરહાન અખ્તરે તસવીરોમાં ટૅગ કર્યાં છે.
23 February, 2022 03:53 IST | Mumbai