ફરહાન અખ્તર (Farhan Akhtar) શિબાની દાંડેકર (Shibani Dandekar)નાં લગ્ન થઇ ગયાં અને તેમનાં લગ્નની તસવીરો હવે જાહેર થઇ છે. જાવેદ અખ્તર, શબાના આઝમી, હની ઇરાની, ઝોયા અખ્તર, ઋતિક રોશનનાં નવદંપતિ સાથેનાં ફોટોગ્રાફ્સ, ફોટોઝમાં ઝળકતી ખુશી, ડ્રેસિંગ, ડેકોર બધું જ એક અલગ માહોલ ખડો કરે છે. ફરહાન અખ્તરે આજે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો મુકી છે અને એ તસવીરો જોઇને તમે પણ ગણગણવા માંડશો, `સુરજ કી બાંહો મેં અબ હૈ યે ઝિંદગી....` (તસવીરો - ફરહાન અખ્તર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ) તેમનાં લગ્નની ફોટોગ્રાફી કરી છે સેમ એન્ડ એકતાએ કરી છે. સ્વાભાવિક છે કે તેમને પણ ફરહાન અખ્તરે તસવીરોમાં ટૅગ કર્યાં છે.
બૉલીવુડ સ્ટાર્સ તમન્ના ભાટિયા, અલ્લુ અર્જુન, ફરહાન અખ્તર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર અને ઈશાન ખટ્ટર સાથે વરસાદમાં બાન્દ્રામાં ટહેલતા જોવા મળ્યા હતા. આ રહી તસવીરો, જુઓ
બોલીવુડ ડીવા તરીકે ઓળખાતી સોમન કપુર અને શ્વેતા બચ્ચન નંદા સહિત બોલીવૂડ સેલેબ્સે રૅમ્પ પર વૉક કર્યું હતું. કેન્સર પેસેન્ટ્સ એઈડ એસોસિએશનના સહયોગથી રૅમ્પ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૅમ્પ વૉકમાં પ્રિતી ઝિન્ટા, કરણ જોહર, ફરહાન અખ્તર, સોનમ કપૂર, અમ્રિતા રાવ જેા સ્ટાર્સ રૅમ્પ પર ચાલ્યા હતા.
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ, રાજકારણી આશિષ શેલાર, બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવ અને બહુપ્રતિભાશાળી ફરહાન અખ્તર વહેલી સવારે મતદાન કરવા માટે બહાર નીકળતા જોવા મળ્યા હતા. આકસ્મિક રીતે પોશાક પહેરીને છતાં પણ આત્મવિશ્વાસ છલકાવતા, તેઓએ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાના મહત્વ પર ભાર મૂક્યો. મતદાન મથક પર તેમની હાજરી માત્ર તેમની નાગરિક જવાબદારીને જ પ્રકાશિત કરતી નથી પણ અન્ય લોકો માટે તેમના મતના અધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરણારૂપ પણ બની હતી.
ફરહાન અખ્તર (Farhan Akhtar) માંડીને વાત કરી છે પોતાના બે દાયકાના ફિલ્મી સફરની, જણાવે છે કે ફિલ્મી પરિવાર હોય ત્યારે શું હોય છે પરિસ્થિતિ? મયંક શેખર સાથેની આ અનપ્લગ્ડ વાતો સાંભળવાનું ચૂકશો નહીં.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK