દર વર્ષે ભારતમાં પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ અને સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, માતાપિતા આપણા પહેલા શિક્ષકો છે. અલબત્ત તેમાં કોઈ શંકા નથી. પરંતુ જો કોઈ આપણને શિક્ષકનો સાચો અર્થ કહે છે, તો તે આપણા શાળાના શિક્ષક છે. બાળમાનસ પર શાળાના શિક્ષકોની છબી, તેમના હાવભાવ, કોઈપણ કામ કરવાની તેમની રીત, એમની વિચારસરણી સુધીની દરેક બાબતો અસર કરે છે. આ શિક્ષકો જ વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે જીવનનું જ્ઞાન પણ આપે છે. આજથી નહીં આ રીત સદીઓથી ચાલતી આવી છે. ગુરુ તેના શિષ્યને દરેક ક્ષણનો સામનો કરવાનું શીખવે છે તો શિષ્ય પણ અંગૂઠો કાપીને ગુરુના ચરણોમાં અર્પણ કરવાનું ચુકતો નથી. ગુરુ-શિષ્યના આ પવિત્ર સંબંધની મીઠાશ બૉલીવુડની ફિલ્મોમાં પણ જોવા મળે છે. ગુરુ-શિષ્યના સંબંધને દર્શાવતી અનેક લોકપ્રિય ફિલ્મો બૉલીવુડમાં પણ છે. આજના આ અવસરે આપણે બૉલીવુડની ગુરુ-શિષ્યના સંબંધો પર આધારિત ફિલ્મો પર એક નજર કરીએ...
05 September, 2022 06:43 IST | Mumbai