વર્ષ ૨૦૨૨ની વિદાયમાં માત્ર ગણતરીના કલાકો બાકી છે. ૨૦૨૨નું વર્ષ દરેકના જીવનમાં ઉતાર-ચડાવ, કભી ખુશી કભી ગમ જેવી પરિસ્થિતઓથી ભરપૂર રહ્યું છે.. આપણા ઢોલિવૂડ સેલેબ્ઝના જીવનમાં પણ વર્ષ ૨૦૨૨માં અનેક યાદગાર પળ આવી. ૨૦૨૨ની યાદગાર પઠોને સમેટીને ૨૦૨૩ને વધાવવા તૈયાર છે આ સેલેબ્ઝ. ૨૦૨૨ કેવું રહ્યું અને શું છે નયૂ યર સેલિબ્રેશનના પ્લાન્સ તે જણાવે છે આપણા ઢોલિવૂડ સેલેબ્ઝ. મલ્હાર ઠાકર, પૂજા જોશી, ભૌમિક સંપટ, જીનલ બેલાણી, વિરલ શાહ અને તર્જની ભાડલા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરે છે ૨૦૨૨ની તેમની યાદગાર પળ અને ન્યૂ યર સેલિબ્રેશનના તેમના પ્લાન્સ.
(તસવીરો : સેલેબ્ઝના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
31 December, 2022 01:00 IST | Mumbai | Rachana Joshi