Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Darshan Jariwala

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

`ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી ઍડિશન`ના આજના આપણાં સ્ટાર છે દર્શન જરીવાલા.

Classroom Confessions: સેલિબ્રિટી એડિશનમાં આજે મળો દર્શન જરીવાલાને

જીવનનો સુવર્ણકાળ હોય તો, માનવામાં આવે છે કે તે બાળપણ છે. કારણકે, આ એક એવો સમય છે જ્યારે તમારા પર કોઈ પ્રકારના બંધન નથી હોતા, તમે નિખાલસ હોવ છો, જેવા છો તેવા જ દેખાઓ, દુનિયાદારીની સમજ અને દંભ-આડંબરથી પર એક એવી દુનિયા જેમાં ઘણું બધું શીખવા માટે છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના ગમા-અણગમા પ્રમાણે શીખે છે. માતાને જીવનની પહેલી શિક્ષક માનવામાં આવે છે અને ત્યાર બાદ અનેક શિક્ષકો આપણા મોટા થવાની જર્નીમાં પોત-પોતાનો રોલ ભજવે છે. સેલિબ્રિટીઝ પણ કોઇક રીતે પડદા પર કેટલાક પાત્રો ભજવીને જીવનની શીખ આપી જતા હોય છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝના શિક્ષકો વિશે, તેમના બાળપણ વિશે જાણવાનો નિર્ણય કર્યો છે. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તમારા ગમતા સિતારાઓએ પોતાના બાળપણમાં કેવા હતા અને તેમના જીવનની શીખ તેમને કોની પાસેથી મળી? `ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી એડિશન`ના આજના આપણાં સ્ટાર છે દર્શન જરીવાલા. દર્શન જરીવાલાએ મિલિયન ડોલર આર્મ, ગાંધી, માય ફાધર અને કહાની(2012) જેવી ફિલ્મોમાં કામ કર્યું આ સિવાય અનેક ટેલીવિઝન શૉઝ અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ગાંધી એન્ડ કંપની, ઓમ મંગલમ્ સિંગલમ, ચીલ ઝડપ અને બેડ બૉય તેમજ ઑક્સિજન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

23 November, 2023 10:29 IST | Mumbai | Shilpa Bhanushali

વિડિઓઝ

પ્રતિક ગાંધી અને દર્શન જરીવાલાએ તેમની `ગાંધી` ભૂમિકાઓ બદલ કરી રસપ્રદ ચર્ચા

પ્રતિક ગાંધી અને દર્શન જરીવાલાએ તેમની `ગાંધી` ભૂમિકાઓ બદલ કરી રસપ્રદ ચર્ચા

અભિનેતા પ્રતિક ગાંધી અને દર્શન જરીવાલાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમની મહાત્મા ગાંધીની ભૂમિકા વિશે વાત કરી હતી. પ્રતિક ગાંધી પાસે જરીવાલા માટે કેટલાક રસપ્રદ અવલોકનો અને પ્રશ્નો હતા, જેમણે તેમની ફિલ્મ `ગાંધી માય ફાધર`માં પહેલા સ્ક્રીન પર મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી. દર્શન જરીવાલાએ જ્યારે સ્ક્રીન પર મહાત્મા ગાંધીનો રોલ કર્યો ત્યારે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક વજન પણ ગુમાવવાના તેમના અનુભવો શૅર કર્યા. પ્રતિક ગાંધીએ એક કલાકથી વધુ ચાલેલા એકપાત્રી નાટક માટે સ્ટેજ પર યુવાન મોહનદાસની ભૂમિકા ભજવી ત્યારે તેઓએ અનુભવેલ ક્ષણો વિશે વાત કરી હતી.

30 October, 2023 04:34 IST | Mumbai
પ્રતિષ્ઠિત એક્ટર દર્શન જરીવાલા ON બૉલીવુડ, હૉલીવુડ અને કવિતાઓ

પ્રતિષ્ઠિત એક્ટર દર્શન જરીવાલા ON બૉલીવુડ, હૉલીવુડ અને કવિતાઓ

તેમને તમે અનેક ફિલ્મોમાં કૉમિક રોલ્સમાં જોયા હશે, રણબીર કપૂરનાં પિતા તરીકે અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં તેમનો અભિનય અજબ-ગજબ જોરદાર હતો એમ કહેવું પડે. આ જ દર્શન જરીવાલાએ જ્યારે 'ગાંધી માય ફાધર' ફિલ્મમાં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવવા 20 કિલો વજન ઉતાર્યું ત્યાર પછી જાણે તમામને બેન કિંગ્સલે બાદ બીજા ગાંધી બાપુ મળ્યા. તેમણે ગુજરાતી મિડ-ડે સાથેના આ ઇન્ટરવ્યુમાં હૉલિવુડમાં કામ કરાવાનો અનુભવ પણ વિગતવાર શેર કર્યો અને પોતાની લખેલી કવિતાઓ પણ સંભળાવી. 

29 May, 2020 12:10 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK