લૉકડાઉન પછીનો કૉમન સવાલ, વૅક્સિન ક્યારે? બસ, તો આનો જવાબ મળી ગયો ગઈ કાલે. ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીનો દિવસ દેશના ઇતિહાસમાં કોરોનાને ખલાસ કરવાની શરૂઆત જ્યારથી થઈ એ દિવસ તરીકે લખાશે અને રાઇટલી સો. કોવિડ-19ને કારણે ૧૦ મહિનાનાં જીવન, આરોગ્ય અને આજીવિકા સામે પ્રશ્નાર્થચિહ્ન અંધકાર સામે ૧૬ જાન્યુઆરી એટલે નવા સૂર્યોદયનો દિવસ. જાણીએ દેશ અને રાજ્યમાં પહેલાં રસી મૂકનાર તેમ જ દેશમાં કોરોના સામેની લડાઈના મુખ્ય સ્ટ્રૅટેજિસ્ટ એઇમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ વૅક્સિનનો ગઈ કાલે ડોઝ મુકાવ્યા પછી શું કહ્યું?
(અહેવાલ: રોહિત પરીખ, પ્રકાશ બાંભરોલિયા, ઉર્વી શાહ, બકુલેશ ત્રિવેદી, રશ્મિન શાહ, શૈલેષ નાયક, ઉમેશ દેશપાંડે)
17 January, 2021 11:29 IST