ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ત્યારે ડૉ. જયેશ પાવરાનું પાવરા એન્ટરટેઇન્મેન્ટ વધુ એક દમદાર ગુજરાતી ફિલ્મ લાવી રહ્યું છે. આ પ્રોડક્શન હાઉસે અગાઉ ‘ધુંઆધાર’, ‘હું તારી હીર’, ‘ધ લિફ્ટ’, ‘કહી દેને પ્રેમ છે’ તથા ‘વિંગ્સ ઑફ ફ્રીડમ’ જેવી જુદા-જુદા વિષયો પર આધારિત ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. હવે તેઓ વધુ એક અનોખી ગુજરાતી ફિલ્મ ‘અજબ રાતની, ગજબ વાત’ લઈને આવી રહ્યા છે.
23 November, 2023 09:50 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent