તાજતેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને ભાવનગર ખાતે ગયા હતા ત્યારે નરશી બાવાના ગાંઠિયાને યાદ કર્યા હતા. આજે આપણે તેની વાત કરવાની છે પરંતુ તે પહેલા 1724થી સ્થપાયેલ ભાવનગર વિશે જાણીએ. ભાવનગર કે જે ભાવેણા તરીકે પણ ઓળખાય છે તે માત્ર સૌરાષ્ટ્રનું વેપારી મથક જ નથી, પણ એક સમૃદ્ધ શહેર છે જે તેના વિવિધ ઐતિહાસિક ભવ્ય મહેલો અને સ્થાપત્યો સ્થળો માટે જાણીતું છે. જ્યાં સ્થાનિક બજારોમાં ખરીદી કરવાથી લઈ ભાવનગરનું સ્ટ્રીટ ફૂડ અને ફરસાણ પણ અજમાવવા જેવા છે અને ત્યાંની મુલાકાત આપણને કયારેય પણ નિરાશ કરતી નથી. ભાવનગરથી આવો ત્યારે ભાવનગરી ગાંઠિયા લેતા આવજો, આ વાક્ય એટલા માટે પ્રસિદ્ધિ છે કારણકે ભાવનગર તેના ગાંઠિયા થકી વિશ્વભરમાં ઓળખ ધરાવે છે. કહેવાય છે કે પ્રસંગો પાર પાડવા ગુજરાતીઓ માટે ગાંઠિયા એક અનિર્વાય અંગ ગણાય છે. જ્ઞાતિના મેળાવડા થી લઈ સોસાયટીની બેઠક, શાળા કોલેજોમાં વાર્ષિક દિવસની ઊજવણી, બાળકોના રિસેસમાં નાસ્તા તરીકે, શુભ પ્રસંગો કે તહેવારોના દિવસો, લગ્ન પ્રસંગે જાન આગમન સમયે અને છેલ્લે કોઈના અવસાનથી યોજવામાં આવતા બારમા-તેરમાની વિધિમાં ગાંઠિયાની હાજરી જોવા મળે છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
09 June, 2023 01:45 IST | Mumbai | Chirantana Bhatt