રવિવારે રાતે ૧૧ વાગ્યે બનેલી ઘટનામાં હજારો મુસાફરો પારાવાર મુશ્કેલીમાં મુકાયા, જોકે મોટી દુર્ઘટના ટળી : પચીસ ટ્રેન રદ કરાઈ તો ઘણી ટ્રેન વડોદરા અટકાવી દેવાઈ અને કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા
26 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondentટેક્નિકલ ખામીને કારણે ટ્રેન અચાનક રોકી દેવી પડે છે, પણ ગઈ કાલે નવી દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત ટ્રેન કાનપુર સ્ટેશન પાસે એક લેહંગાને કારણે રોકાઈ ગઈ હતી.
20 March, 2025 07:06 IST | Kanpur | Gujarati Mid-day CorrespondentBMC દ્વારા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે છતાં લોકો આ ચેતવણીને નજરઅંદાજ કરીને પક્ષીઓને ચણ નાખતા હોય છે.
04 March, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondentલગભગ ૧૦૦ વર્ષ જૂના કચરાના ગઢને સાફ કરવો હોય તો ૨૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે મુંબઈ મહાનગરપાલિકાને ૧૪ વર્ષ જેટલો સમય લાગશે.
01 March, 2025 05:45 IST | Mumbai | Ruchita Shahવંદે ભારત એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ આવતાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ ઊભી રહે છે. હવે એમાં આણંદનો પણ એક સ્ટૉપેજ તરીકે ઉમેરો થશે.
27 February, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીમાંથી કલ્યાણજીભાઈના સૌથી મોટા દીકરા ચંદ્રકાન્તભાઈનું ગુરુવારે મધરાત બાદ નિધન થયું હતું.
15 February, 2025 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગાંધીજી જેવો અવતાર ધારણ કરીને દિલ્હીનો આ છોકરો સ્વચ્છતાનો સંદેશ ફેલાવી રહ્યો છે
05 February, 2025 08:00 IST | Prayagraj | Gujarati Mid-day Correspondentકેન્દ્રીય બજેટમાં રેલવે વિભાગને કરવામાં આવેલી નાણાંની ફાળવણી સંદર્ભે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે મંત્રાલયને ૨.૫૨ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે
03 February, 2025 11:33 IST | New Delhi | Gujarati Mid-day Correspondentગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસ માટે જાણીતો છે. નૃત્યની કલા હોય કે પછી શાસ્ત્રીય ગાયન દરેકની પરંપરાઓ અનેક સદીઓથી ચાલતી આવી રહી છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાઓ અને કલામાં વ્યવસાયીકરણ આવ્યું છે, ક્યારેક લાગે કે કલા ભૂંસાઈ રહી છે અથવા તો તેમાં માત્ર પ્રયોગાત્મક કામ થાય છે. જો કે સદનસીબે સાવ એવું નથી. ભારતમાં સાત શાસ્ત્રીય નૃત્ય છે અને તેમાં ‘ભરતનાટ્યમ’સૌથી જુનું ગણાય. દેવદાસીની પ્રથામાંથી મંચ સુધી પહોંચેલા આ નૃત્યની સફર કમાલની છે. આમ તો દેશમાં ભરતનાટ્યમના ઘણાં એક્સપોનન્ટ્સ છે, દરેકની આગવી જર્ની પણ છે પણ આજે આપણે વાત કરીશું ડૉ. પારુલ શાહની, જેમણે ભરતનાટ્યમમાં પીએચડી કર્યું, તેનું શિક્ષણ આપ્યું અને આજે રિટાયરમેન્ટને એક દાયકા કરતાં વધુ સમય થયો હોવા છતાં કલા સેવાને અટકાવી નથી. તેમના જીવનમાં કેન્સર જેવો મોટો અવરોધ આવ્યો અને જિંદગીનો તાલ બેતાલો થયો છતાં પણ તેમની હિંમત અને નિશ્ચય શક્તિ લેખે લાગી. તે એક એવાં વન્ડર વુમન છે જેઓ સતત ‘ભરતનાટ્યમ’સાથે વધુમાં વધુ લોકો સાથે જોડવાનો કાર્યશીલ છે. ગુજરાતના એક અપર મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા ડૉ. પ્રો. પારુલ શાહ જેઓ 75 ની વયે પણ ફિટ રહેવાની સાથે ભરતનાટ્યમના પ્રશિક્ષણ કલાને આગળ વધારી રહ્યાં છે.
13 March, 2025 06:59 IST | Mumbai | Viren Chhayaદિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ વર્માએ બુધવારે બોટમાં બેસીને યમુના નદીનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે છેલ્લા 10 દિવસમાં નદીમાંથી 1,300 ટન કચરો દૂર કરવામાં આવ્યો છે.(તસવીરો: મિડ-ડે)
06 March, 2025 06:59 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondentઆજે આપણે કવિવારનાં એપિસોડમાં મળીશું કવિ ભરત વિંઝુડાને અને તેમની રચનાઓને. સાવરકુંડલામાં ૨૨ જુલાઇ, ૧૯૫૬નાં રોજ તેઓનો જન્મ. માધવ રામાનુજ તેઓની માટે લખે છે કે, "ભરત વિંઝુડા પાસેથી ભીંજવી દેનારી અનેક રચનાઓ સહજ રીતે ઊઘડે છે." ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવાં વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતાં હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દીવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેનાં થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાનાં જાણીતાં કવિઓનાં જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
17 December, 2024 11:00 IST | Mumbai | Dharmik Parmarવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ નવી વંદે ભારત ટ્રેનને સેવામાં સામેલ કરવા માટે વીડિયો કોન્ફરન્સ મારફત કાર્યક્રમમાં જોડાઈને લીલી ઝંડી બતાવી હતી. આ ત્રણ નવી ટ્રેનો મેરઠને લખનૌ સાથે, મદુરાઈને બૅન્ગલોર સાથે અને ચેન્નાઈને નાગરકોઈલ સાથે જોડશે, જેથી દક્ષિણ ભારતનો પ્રવાસ કરનાર પ્રવાસીઓનો પ્રવાસ વધુ આરામદાયક અને ઝડપી બનવાનો છે. (તસવીરો- મિડડે)
31 August, 2024 05:58 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondentસુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા સામે બુધવારે એક દિવસીય `ભારત બંધ`ના સમર્થનમાં વિરોધ કરી રહેલા લોકો પર પટના પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. (તસવીરો: મિડડે)
21 August, 2024 07:14 IST | Patna | Gujarati Mid-day Online Correspondentન્યૂયૉર્કમાં આવેલું ટાઈમ્સ સ્ક્વેર એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની સાથે એન્ટરટેઈન્મેન્ટ હબ પણ છે. ટાઈમ્સ સ્ક્વેર 42થી 47 સ્ટ્રીટ્સ વચ્ચે બનાવવામાં આવેલું છે. આ સ્ક્વેર પર ફીચર થવું એ એક ગર્વ લેવા જેવી બાબત છે. કારણકે અહીં અસંખ્ય ડિજિટલ બિલબૉર્ડ અને જાહેરાતો એક પણ 24/7 પોસ્ટ થતી હોય છે. અહીંથી લગભગ 3 લાખ 33 હજાર લોકો પસાર થાય છે અને સ્ક્વેર પર પોતાની મીટ માંડે છે. ત્યારે ગુજરાતી સંગીતકાર પાર્થ ભરત ઠક્કરનું તાજેતરમાં જ રિલીઝ થયેલું ગીત `ઓ નંદલાલા` તેમના બાળકોનું ડેબ્યૂ ગીત છે જેનું ટીઝર અહીં ફીચર કરવામાં આવ્યું હતું. ગીતના મેકિંગથી આ ગીત દ્વારા બાળકોને એક જૂદી ઓળખ આપવાથી માંડીને ન્યૂયૉર્કના ટાઈમ્સ સ્ક્વેર પર ફીચર થવા સુધીના પોતાના અનુભવ વિશે પાર્થ ભરત ઠક્કરે ગુજરાતી મિડ-ડે ડૉટકૉમ સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે ગુજરાતી મિડ-ડે સાથે આ ગીતની પોતાની મેકિંગ જર્ની શૅર કરી છે.
20 June, 2024 01:10 IST | Mumbai | Shilpa Bhanushaliમહાવીર જન્મકલ્યાણકના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં ૨૫૫૦મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે તેમણે એક વિશેષ સ્ટૅમ્પ અને સિક્કો પણ રિલીઝ કર્યાં હતાં.
22 April, 2024 09:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent‘શ્રી અખીલ ભારતીય કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજ’ દ્વારા પ્રથમ વખત ‘ખેલ મહાકુંભ ૨૦૨૪ રમતોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ખેલે સમાજ, જીતે સમાજ, તંદુરસ્ત રહે સમાજ’ના નારા સાથે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
03 April, 2024 01:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentશ્રી માતા વૈષ્ણો દેવી કટરા (SVDK) રેલવે સ્ટેશનથી શ્રીનગર રેલવે સ્ટેશન સુધીની પ્રથમ વંદે ભારત ટ્રેનનો પ્રથમ ટ્રાયલ રન 25 જાન્યુઆરીએ ભારતીય રેલવે દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ ટ્રેન અંજી ખાડ બ્રિજ પરથી ચાલશે જે ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે પુલ છે અને ચિનાબ બ્રિજ જે વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ છે. આ ટ્રેન કાશ્મીર ખીણની ઠંડી આબોહવાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેનો ઉચ્ચ-સ્તરીય સુવિધાઓ અને અદ્યતન સલામતી સુવિધાઓથી સજ્જ છે, જેમ કે કવચ ટેકનોલોજી, દિવ્યાંગજનો માટે સુલભ શૌચાલય અને સંકલિત બ્રેઇલ સાઇનેજ. વંદે ભારત ભારતની પ્રથમ સ્વદેશી સેમી-હાઇ-સ્પીડ ટ્રેન છે અને તેને ભારતની સફળતાની વાર્તા માનવામાં આવે છે. પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ નવી દિલ્હી-કાનપુર-અલાહાબાદ-વારાણસી રૂટ પર ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં, ચાર નવા પ્રકારની ટ્રેનો છે - વંદે ભારત ચેર કાર, વંદે ભારત સ્લીપર, નમો ભારત ટ્રેન અને અમૃત ભારત ટ્રેન.
25 January, 2025 09:57 IST | SrinagarPM મોદીએ 17 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં સંબોધન કર્યું હતું. PM મોદીએ કહ્યું, "... એક વર્ષમાં લગભગ 2.5 કરોડ કારનું વેચાણ દર્શાવે છે કે ભારતમાં માંગ કેટલી ઝડપથી વધી રહી છે... અમે પેસેન્જર વ્હીકલ માર્કેટની વાત કરીએ તો વિશ્વમાં ત્રીજા સ્થાને છે... એક સમયે ભારતમાં કાર ન ખરીદવાનું કારણ હતું કે આ સ્થિતિ બદલાઈ રહી છે ભારતની પ્રાથમિકતા... ગયા વર્ષના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 11 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી હતી..." વધુમાં, તેમણે કહ્યું, "... હું આ પ્રસંગે રતન ટાટા જી અને ઓસામુ સુઝુકીને યાદ કરવા માંગુ છું. ભારતના ઓટો સેક્ટરના વિકાસમાં અને મધ્યમ-વર્ગના સ્વપ્નને સાકાર કરવામાં આ બંનેનો મોટો ફાળો છે... મારી પાસે છે. વિશ્વાસ છે કે રતન ટાટા જી અને ઓસામુ સુઝુકીનો વારસો ગતિશીલતા ક્ષેત્રને પ્રેરણા આપશે..."
17 January, 2025 06:14 IST | New Delhi7 વર્ષના પોલિશ કિડ ભેવિન ગોસ્વામીએ ઓડિશાના ભુવનેશ્વરમાં તેના મંત્રમુગ્ધ પ્રદર્શનથી ઇન્ટરનેટમાં તોફાન મચાવી દીધું. પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન, ભેવિને મન મોહી લેતાં પ્રખ્યાત ભારતીય ગીતો ગાયા. ANI સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, તેમણે ભક્તિ ગીતો અને વંદે માતરમ ગાયું.
17 January, 2025 06:04 IST | Odishaકેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ૧૦ જાન્યુઆરીએ ચેન્નાઈમાં વંદે ભારત રેક્સ, અમૃત ભારત ટ્રેન કોચ અને વિસ્ટાડોમ ડાઇનિંગ કારનું નિરીક્ષણ કરવા માટે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)ની મુલાકાત લીધી હતી. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ‘અમૃત ભારત ટ્રેન સામાન્ય નાગરિકો માટે બનાવવામાં આવી છે. જનરલ કોચમાં કોઈપણ પ્રીમિયમ કોચ જેવી જ સુવિધાઓ છે. તે `સબકા સાથ, સબકા વિકાસ અને સૌના ઉત્થાન` ની ભાવના સાથે બનાવવામાં આવી છે. તમને સીટો અને પંખાની ગુણવત્તા, ચાર્જિંગ પોઈન્ટ, ખુરશીઓમાં કટિ આધાર અને નવા ડિઝાઇન કરેલા શૌચાલય જેવી ઘણી નવી સુવિધાઓ જોવા મળશે. વંદે ભારત ટ્રેનોમાં પણ સતત સુધારા કરવામાં આવી રહ્યા છે.’
10 January, 2025 01:51 IST | New Delhiગૃહ પ્રધાન અમિત શાહે તેમની પત્ની સાથે ૭ મેના રોજ અમદાવાદમાં મતદાન કર્યું હતું. તેમણે લોકોને મતદાન કરવા અને લોકશાહીના તહેવારમાં ભાગ લેવા માટે આગળ આવવા અપીલ કરી હતી. અમિત શાહે કહ્યું કે, ‘આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન છે. હું દેશભરના તમામ મતદારોને અને ગુજરાતના મતદારોને પણ હાર્દિક અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના આ ઉત્સવમાં આગળ આવીને સહભાગી બને અને સુરક્ષિત, સમૃદ્ધ દેશ આપતી સ્થિર સરકારને ચૂંટો. એવી સરકાર પસંદ કરો જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ હોય, ગરીબી નાબૂદ કરવા માંગતી હોય, આત્મનિર્ભર ભારત બનાવવા માંગતી હોય, વિકસિત ભારત બનાવવા માંગતી હોય અને ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નંબર વન લઈ જવા માંગતી હોય.`
07 May, 2024 02:23 IST | Ahmedabadએક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર ડૉ. એસ. જયશંકરે 24 ફેબ્રુઆરીના રોજ રાયસિના ડાયલોગ 2024માં બોલતા તેમના બે પુસ્તકોમાં `India`માંથી `ભારત` તરફ જવા પાછળનું કારણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જયશંકરે 2020માં તેમનું પુસ્તક ‘ધ ઈન્ડિયા વે’ અને 2023માં તેમનું નવું પુસ્તક ‘વ્હાય ભારત મેટર્સ’ લખ્યું હતું.
24 February, 2024 11:00 IST | Delhiઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 9 ફેબ્રુઆરીએ ભૂતપૂર્વ વડા પ્રધાન નરશીમા રાવ અને ચૌધરી ચરણ સિંહને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
10 February, 2024 12:34 IST | Delhiવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શેર કર્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવશે.
03 February, 2024 05:09 IST | DelhiADVERTISEMENT