સબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી ગુલાબો વિશે, જે પોતાને જેઠાલાલની પત્ની ગણાવીને આખી ગોકુલધામ સોસાયટીને હેરાન કરી દીધા હતા.. ગુલાબોનું પાત્ર એક્ટ્રેસ સિમ્પલ કૌલે ભજવ્યું હતું. એનો જન્મ 24 નવેમ્બરે મુંબઈમાં થયો હતો.. તો ચાલો એની સુંદર તસવીરો પર કરીએ એક નજર..
તસવીર સૌજન્ય - સિમ્પલ કૌલ ઈન્સ્ટાગ્રામ
26 November, 2020 11:38 IST