Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Asia

લેખ

પ્રતીકાત્મક તસવીર

એશિયામાં કરપ્શનમાં છે ભારત નંબર વન

એશિયામાં કરપ્શનમાં છે ભારત નંબર વન

27 November, 2020 11:51 IST | New Delhi | Agency
ભારત અને ચીન

એશિયા-પેસિફિક ક્ષેત્રના 26 દેશોમાં ભારત ચોથો સૌથી શક્તિશાળી દેશ

એશિયા-પેસિફિક ક્ષેત્રના 26 દેશોમાં ભારત ચોથો સૌથી શક્તિશાળી દેશ

20 October, 2020 02:01 IST | Melbourne | Agency

ફોટા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફારી દરમિયાન સિંહોની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી.

Photos: ગીર જંગલ સફારીમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, જાણો કેવો રહ્યો તેમનો અનુભવ

વર્લ્ડ વાઇલ્ડલાઈફ ડેના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં ગીર વન્યજીવન અભયારણ્યમાં સિંહ સફારીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું સામૂહિક પ્રયાસોને કારણે એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો જોવા મળ્યો છે. આ સાથે તેમણે એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને સાચવવામાં આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ અને મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી. આ સાથે તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

04 March, 2025 07:06 IST | Junagadh | Gujarati Mid-day Online Correspondent
માનસી પારેખ

એશિયન ફૂડમાં તમે મને કંઈપણ આપો, મને બધું જ ભાવેઃ માનસી પારેખ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવૉર્ડ મેળવનાર માનસી પારેખ (Manasi Parekh) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

19 October, 2024 10:01 IST | Mumbai | Rachana Joshi
એશિયા

એશિયાના ટૂરિસ્ટ ઍટ્રૅક્શન્સની તોલે કશું ન આવે

એશિયા, પૃથ્વી પરનો સૌથી મોટો અને સૌથી વધુ વૈવિધ્યસભર ખંડ છે. સમૃદ્ધ ઇતિહાસ, ગતિશીલ સંસ્કૃતિઓ, આકર્ષક લૅન્ડસ્કેપ્સ અને મોંમાં પાણી લાવે એવી વાનગીઓ સાથે એ પ્રવાસીઓને આનું ખેડાણ કરવા માટે ઇન્વાઇટ કરે છે. વેગવાન મહાનગરોથી લઈને શાંત કુદરતી અજાયબીઓ સુધી એશિયા દરેક પ્રકારના પ્રવાસીઓ માટે અનુભવોનું ક્લાઇડોસ્કોપ પ્રદાન કરે છે. ચાલો આ વિશાળ અને મોહક ખંડનાં કેટલાંક સૌથી મનમોહક પર્યટન-સ્થળોની શબ્દયાત્રા માણીએ

25 January, 2024 11:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કી મોનેસ્ટ્રીનું એક દ્રશ્ય - તસવીર ધર્મિષ્ઠા પટેલ

ચાલો ફરવાઃ અહીં છે એશિયામાં સૌથી વધુ ઊંચાઇ પર આવેલો પૂલ અને બીજા અજાયબીઓ

પરંપરા, પ્રથા, વન્ય સૃષ્ટિ, પ્રકૃતિ અને આધ્યાત્મની સાથે ટેક્નિકનો સમન્વય જોવો હોય તો સ્પિતિ એકવાર જરુર આવવું જોઈએ. આજે આ તમામ અનુભૂતિ થવા જઈ રહી હતી. અમે તો એશિયાના સૌથી ઉંચા બ્રિજ, દુનિયાના સૌથી ઉંચા પોલિંગ બુથ, વાઈલ્ડ લાઈફ સેન્ચ્યૂરી તથા આક્રમણોને સહન કરી અડીખમ ઉભી અનેક સદીઓને નજર સામે વીતતા જોયેલ મોનેસ્ટ્રીની મુલાકાત લેવા નીકળ્યા છીએ. જો કે આજની સફર અમને કુદરતની આ અકલ્પનીય પહાડોની સુંદરતાની વચ્ચે રહેલી સમાજની કડવી નગ્ન વાસ્તવિક્તાથી રુબરુ કરાવાની હતી.અમે એક એવી જગ્યાની અણધારી મુલાકાતે પહોંચી ગયા જેને જોઈ મારું કાળજું કપાઈ ગયું. અનેક રોમાંચ અને વાસ્તવિક્તાથી ભરેલી અમારી સફરના અનુભવોને મેં અહીં વર્ણવવાનો પ્રયાસ કર્યો છે. ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈએ મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)  

16 December, 2022 06:09 IST | Mumbaiકી | Dharmishtha Patel

વિડિઓઝ

વિદેશ પ્રધાને સીમા પાર આતંકવાદ પર સાધ્યું નિશાન

વિદેશ પ્રધાને સીમા પાર આતંકવાદ પર સાધ્યું નિશાન

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ માટે પાકિસ્તાનની તેમની મુલાકાત પહેલા, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દક્ષિણ એશિયામાં આતંકવાદને પ્રાયોજિત કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. એક કાર્યક્રમમાં બોલતા, તેમણે હાઇલાઇટ કર્યું કે દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) અન્ય લોકો સામે સરહદ પારના આતંકવાદમાં એક સભ્યની વ્યસ્તતાને કારણે અટકી ગયું છે. તેમણે નોંધ્યું હતું કે આ સતત ધમકીએ તાજેતરના વર્ષોમાં સાર્કની બેઠકો થતી અટકાવી છે, ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ વૈશ્વિક રીતે અસ્વીકાર્ય છે. આ પડકારો હોવા છતાં, ડૉ. જયશંકરે ધ્યાન દોર્યું કે છેલ્લા પાંચથી છ વર્ષમાં ભારતીય ઉપખંડમાં પ્રાદેશિક એકીકરણ નોંધપાત્ર રીતે આગળ વધ્યું છે. તેમની ટીપ્પણીઓ આતંકવાદ પર ભારતના મક્કમ વલણ પર ભાર મૂકે છે જ્યારે વર્તમાન સુરક્ષા ચિંતાઓ વચ્ચે પણ પ્રાદેશિક સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

05 October, 2024 04:55 IST | Delhi
એશિયન ગેમ્સ 2023: ભારતે હોકીમાં ગોલ્ડ જીત્યો; ભૂતપૂર્વ કોચે કહ્યું `ગૌરવની ક્ષણ`

એશિયન ગેમ્સ 2023: ભારતે હોકીમાં ગોલ્ડ જીત્યો; ભૂતપૂર્વ કોચે કહ્યું `ગૌરવની ક્ષણ`

ભારતીય પુરૂષ હોકી ટીમે શુક્રવારે પુરૂષોની હોકી સ્પર્ધામાં 2018ના સુવર્ણ ચંદ્રક વિજેતા જાપાનને હરાવ્યું અને એશિયન ગેમ્સમાં તેનો ચોથો સુવર્ણ ચંદ્રક જીતીને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય કર્યું. મુખ્ય કોચ ક્રેગ ફુલટનના આગમન પછી ભારતીય ટીમે અજાયબીઓ કરવાનું ચાલુ રાખ્યું કારણ કે તેઓ સમગ્ર ઇવેન્ટ દરમિયાન અજેય રહ્યા હતા અને 19મી એશિયન ગેમ્સમાં જાપાનને 5-1થી હરાવ્યું હતું. ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી અશોક કુમારે કહ્યું કે એ ગર્વની ક્ષણ છે કે એશિયન ગેમ્સ 2023માં ભારતે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેમણે કહ્યું, "ભારતીય હોકીએ મેડલ જીતીને એશિયન ગેમ્સમાં પોતાનું વર્ચસ્વ બનાવ્યું છે...ભારતીય હોકી માટે આ એક મોટી જીત છે...આ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે...હું ટીમને અભિનંદન આપવા માંગુ છું..”

07 October, 2023 12:28 IST | Mumbai
અંજલિ ભાગવત: એશિયન ગેમ્સ ઓલિમ્પિકની તૈયારી માટે છે યોગ્ય પ્લેટફોર્મ!

અંજલિ ભાગવત: એશિયન ગેમ્સ ઓલિમ્પિકની તૈયારી માટે છે યોગ્ય પ્લેટફોર્મ!

ઓલિમ્પિયન અને ચાર વખતની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર અંજલિ ભાગવતે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે વાત કરી હતી. સૌ પ્રથમ એશિયન ગેમ્સમાં ભારતીય શૂટરો કેવું પ્રદર્શન કરી રહ્યા છે તે અંગેનો તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. રીલ લાઇફઃ અ ફેસ્ટિવલ ઓફ ફિલ્મ્સ એન્ડ ફોટોગ્રાફ્સમાં ઓલિમ્પિકમાં ગેસ્ટ તરીકે તેણે કહ્યું કે રમતગમતની દુનિયાના ગાયબ નાયકોને સિલ્વર સ્ક્રીન પર વધુ દર્શાવવા જોઈએ.

05 October, 2023 02:28 IST | Mumbai
એશિયન ગેમ્સ 2023: વિવિધ એશિયન ગેમ્સમાં વપરાયેલી 19 ટોર્ચનો જુઓ વીડિયો

એશિયન ગેમ્સ 2023: વિવિધ એશિયન ગેમ્સમાં વપરાયેલી 19 ટોર્ચનો જુઓ વીડિયો

નવી દિલ્હીમાં 1951ના ઉદઘાટનથી લઈને 2022ના હાંગઝુમાં નવીનતમ એશિયન ગેમ્સમાં 19 અલગ-અલગ એશિયન ગેમ્સમાં ઉપયોગમાં લેવાતી 19 ટોર્ચનો વિશેષ વિડિયો જુઓ. એશિયાના સમૃદ્ધ વારસાની ઉજવણી કરતી એકતા અને ખેલદિલીના આ પ્રતિષ્ઠિત પ્રતીકો પાછળની સ્ટોરી માણો

02 October, 2023 04:05 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK