Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સફળતા જેને સલામ કરે...

સફળતા જેને સલામ કરે...

કૉઝી ઑફિસોમાં બેસીને વુમન-પાવરનાં બણગાં ફૂંકનારાઓ ગુજરાતનાં ગામડાંઓમાં જઈને મહિલા સશક્તીકરણ કોને કહેવાય એ જોવા આ બહેનોને મળી આવે. આ સ્ત્રી પશુપાલકોએ ગાય-ભેંસના દૂધનાં ઉત્પાદન અને વેચાણના બિઝનેસમાં અકલ્પનીય સફળતા મેળવીને ઑન્ટ્રપ્રનરશિપની વ્યાખ્યાને વિસ્તારવાની ફરજ પાડી છે. પશુપાલન એટલે ઢોર-ઢાંખરને રાખવાં એવું નહીં, આયોજનબદ્ધ રીતે બહેનો ગાયો–ભેંસો રાખીને એના દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં મહેનત કરીને એવો રંગ લાવી કે લોકો દંગ રહી ગયા. ચાલો મળીએ અને જાણીએ તેમની સક્સેસના મંત્ર... શૈલેષ નાયકઆણંદ જિલ્લાના શેખડી ગામનાં સુવર્ણાબહેન પટેલ ઑસ્ટ્રેલિયા જવાનાં છે. ઑસ્ટ્રેલિયા જવું એ બહુ મોટી વાત નથી, ઘણા બધા જાય છે; પણ સુવર્ણાબહેનના કિસ્સામાં એ મોટી વાત છે, કેમ કે મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને ગાય–ભેંસ લોન પર લઈને પશુપાલનના વ્યવસાય થકી દૂધ ઉત્પાદન કરી ‘બે પાંદડે’ થઈને સ્વબળે એવાં તો પગભર થયાં કે દીકરા અભિષેકને ઉચ્ચ અભ્યાસ માટે ઑસ્ટ્રેલિયા મોકલ્યો અને હવે સુવર્ણાબહેન પોતે ઑસ્ટ્રેલિયા જવાનાં છે.સુવર્ણાબહેન જેવી ગુજરાતની લાખો ગ્રામ્ય મહિલાઓ પોતાની આવડતથી પશુપાલનના વ્યવસાય દ્વારા દૂધ ઉત્પાદન કરીને પગભર થઈ છે અને ખુશહાલ જીવન વિતાવી રહી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અમૂલ ડેરીમાં રોજનું સરેરાશ એક કરોડ લિટર જેટલું દૂધ મહિલા પશુપાલકો દ્વારા આવે છે અને પ્રતિદિન ૪૦ કરોડ રૂપિયાનું દૂધ મહિલાઓ ભરે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની સન્નારીઓ પાંચ-દસથી માંડીને ૧૦૦થી વધુ ગાયો–ભેંસો રાખીને પશુપાલન થકી રોજનું ૩૦૦–૪૦૦ લિટરથી માંડીને ૧૦૦૦ લિટર જેટલું દૂધ મંડળીમાં ભરે છે. પશુપાલન એટલે ઢોર-ઢાંખરને રાખવાં એવું નહીં, પણ આયોજનબદ્ધ રીતે બહેનો આ વ્યવસાયમાં એવી મહેનત કરીને રંગ લાવી કે લોકો દંગ રહી ગયા.પોતાના ઘરે કે તબેલામાં ગાયો–ભેંસો રાખીને પશુપાલન થકી દૂધ ઉત્પાદન માટે કોઈ મહિલા સ્વબળે આગળ આવી, તો કોઈ મહિલાને પરિવારનો સાથ મળ્યો, કોઈ મહિલાએ ગાય-ભેંસ ખરીદવા લોન લીધી, તો કોઈ મહિલાએ મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને હિંમત હાર્યા વગર મનોબળ મજબૂત કરીને એવી મહેનત કરી કે તેમનાં જીવન બદલાઈ ગયાં. એટલું જ નહીં, આ મહિલાઓને સમાજમાં માન-સન્માન મળ્યાં અને તેમને અવૉર્ડથી નવાજવામાં આવી છે.ગ્રામીણ વિસ્તારની મહિલા પશુપાલકો ગાય–ભેંસનું દૂધ ઉત્પાદન કરી એને વેચીને આત્મનિર્ભર બનવા સાથે મહિલા સશક્તીકરણનું ઉદાહરણ પૂરું પાડી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ અને રોલમૉડલ બની છે અને બીજી બહેનોને પગભર થવા રાહ ચીંધી રહી છે.

27 December, 2020 06:28 IST |
થૅન્ક યુ 2020

થૅન્ક યુ 2020

અલ્પા નિર્મલવર્ષના અંતે આખા વર્ષનું સરવૈયું કાઢવાની પ્રથા છે. ‘ક્યા પાયા, ક્યા ખોયા’નાં લેખાંજોખાં નીકળે છે. એ અન્વયે ઈ.સ. ૨૦૨૦માં ગુમાવ્યાનું લિસ્ટ લાંબું છે. આખી દુનિયા આ વર્ષે કોવિડ, કોરોના, પેન્ડેમિક, લૉકડાઉન, ઇકૉનૉમિક ક્રાઇસિસમાં સપડાઈ રહી. સમસ્ત વિશ્વમાં વાઇરસની, નેગેટિવિટી અને દુઃખની જ વાતો છે, પણ કોઈ-કોઈ માટે ૨૦૨૦ તેમની લાઇફમાં માઇલસ્ટોન બન્યું. નકારાત્મકતા અને શોકના માહોલમાં પણ તેમનાં સપનાં પૂરાં થયાં, સુખનો સૂરજ ઊગ્યો અને ૨૦૨૦નું વર્ષ સોનેરી સંભારણું બની ગયું. અરે, એવા અન-એક્સપેક્ટેડ હૅપી ટર્ન આવ્યા કે આ વર્ષ ખુશીઓ, ઉમંગનું રહ્યું.૨૦૨૦ના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે કષ્ટ ને કમઠાણની પારાયણ માંડવાને બદલે એ લોકોને મળીએ જેઓ આ વર્ષને ‘થૅન્ક યુ’ કહેવા માગે છે...

27 December, 2020 06:19 IST |
લૉકડાઉન ખૂલે એટલે... પહેલો દિવસ, પહેલી મિનિટ

લૉકડાઉન ખૂલે એટલે... પહેલો દિવસ, પહેલી મિનિટ

લૉકડાઉન ખૂલે એટલે સૌથી પહેલાં શું કરવું એના વિચાર તમારા મનમાં પણ હશે અને એનો અમલ કેવી રીતે કરવો એની ગણતરીઓ પણ મનમાં ચાલતી હશે. મિડ-ડેએ આ જ સવાલ જાણીતી ગુજરાતી સેલિબ્રિટીને પૂછ્યો. જાણો તમે પણ... 

03 June, 2020 10:51 IST |
તો શું છે તમારી લૉકડાઉન અચીવમેન્ટ?

તો શું છે તમારી લૉકડાઉન અચીવમેન્ટ?

અતિવ્યસ્ત લોકોના જીવનમાં લૉકડાઉન આશીર્વાદ બનીને આવ્યું છે. કેટલાંક એવાં કામો જે ઘણા વખતથી કરવા માગતા હતા અને નહોતાં થઈ શકતાં અથવા તો જે પૂરાં થવાની ગણતરી મોડી હતી એ લૉકડાઉનને કારણે વહેલી થઈ ગઈ. આજે કેટલીક જાણીતી હસ્તી પાસેથી જાણીએ કે તેમણે આ વખતે લૉકડાઉનમાં એવું શું કર્યું જે તેમના માટે એક બહુ મોટી ઉપલબ્ધિ સમાન છે

03 June, 2020 10:43 IST |
આત્મનિર્ભરતાની દિશામાં ડગ માંડી દીધાં છે આમણે

આત્મનિર્ભરતાની દિશામાં ડગ માંડી દીધાં છે આમણે

વેપારી તેની વેપારનીતિ કે સાહસ પર જ નહીં, પણ સમયસૂચકતાને કારણે પણ કમાતો હોય છે. ગુજરાતીઓના લોહીમાં વેપાર છે. છેલ્લા બે મહિનામાં સંજોગોએ ભલભલા વેપારીઓની દુકાને તાળાં મરાવી દીધાં, આવનારા સમયમાં અનિશ્ચિતતાનો ભાર લાદી દીધો અને ખર્ચા કેમ કાઢવા એને લગતી મૂંઝવણો ઉમેરી દીધી ત્યારે કેટલાક એવા ગુજરાતીઓ અમને મળ્યા જેમણે અત્યારના સમયની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને ટેમ્પરરી બીજા વેપારમાં ઝંપલાવી દીધું અને એમાં પણ કમાણીના નવા આયામો શોધી કાઢ્યા. મળીએ તેમને અને જાણીએ તેમની લૉકડાઉન વેપારનીતિ વિશે. - રુચિતા શાહ લૉકડાઉને જૂના ધંધા પર તરાપ મારી તો નવો ધંધો કરીશું, પણ અટકીશું નહીં એવું માનનારા, એવું કહેનારા અને સમયસૂચકતા વાપરીને વર્તમાન સંજોગોમાં ડિમાન્ડમાં આવેલી વસ્તુઓ પર રોજીરોટી ફેરવનારા, લૉકડાઉનમાં લાઇન બદલનારા કેટલાક ગુજરાતીઓને મળીએ

17 May, 2020 06:20 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK