૧૦૦થી ૨૫૦ મીટર ઊંડો મનાતો આ ખાડો સૈકાઓ જૂનો છે
તસવીરઃ એ.એફ.પી.
પશ્ચિમ એશિયાના આરબ દેશ યમનના અલ-માહરા પ્રાંતમાં ઓમાન દેશની સરહદ નજીક એક રણવિસ્તારની જમીનમાં મસમોટું બાકોરું છે. ૧૦૦થી ૨૫૦ મીટર ઊંડો મનાતો આ ખાડો સૈકાઓ જૂનો છે. સ્થાનિક લોકો કહે છે કે સદીઓ પહેલાં રાક્ષસોને આ ખાડામાં પૂરવામાં આવતા હતા. બીજી રીતે કહીએ તો દાનવો માટે આ જેલ હતી જે ‘વેલ ઑફ હેલ’ તરીકે જાણીતી છે. ૩૦ ફુટ પહોળા આ ખાડાના ઊંડા ભાગમાંથી સતત જે દુર્ગંધ આવે છે એના પરથી સ્થાનિક લોકોને ખાતરી થઈ છે કે આ જેલમાં અસંખ્ય દાનવ-કેદીઓ મોતને ભેટ્યા હશે.