આ પેન્ટહાઉસમાં ૭ બેડરૂમ, ૯ બાથરૂમ સહિત કુલ ૨૩ રૂમ છે
સેન્ટ્રલ પાર્ક ટાવર
સેન્ટ્રલ પાર્ક ટાવરના વિશ્વના સૌથી ઊંચા પેન્ટહાઉસમાંથી ન્યુ યૉર્ક શહેરનો શાનદાર નઝારો જોઈ શકાય છે, પણ અહીં પણ જોરથી ફૂંકાતા પવન અને સુસવાટાના અવાજની સમસ્યા છે. ધ વન અબોવ ઑલ એલ્સ અર્થાત્ બધાથી ઉપરના નામે ઓળખાતા ૨૫૦ મિલ્યન એટલે કે અંદાજે ૨૦ અબજ રૂપિયાના આ પેન્ટહાઉસમાં ૭ બેડરૂમ, ૯ બાથરૂમ સહિત કુલ ૨૩ રૂમ છે. જે ૧૫૫૦ ફુટની ઊંચાઈએ આવેલું છે. અહીં રહેતા લોકો નીચે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને પણ જોઈ શકે છે. સામાન્ય રીતે આટલી ઊંચાઈએ ઑફિસ હોય છે, પરંતુ અહીં પેન્ટહાઉસ છે. વધુ ઊંચાઈ ધરાવતાં બિલ્ડિંગોને પવનથી બચાવવા માટે ટોચ પર વજન રાખવામાં આવે છે જે લોલકની જેમ કામ કરે છે અને એ ઇમારતને પવનની વિરુદ્ધની દિશામાં લઈ જાય છે. જોકે રહેવાસીઓ આમાંનું કંઈ પણ અનુભવી શકતા નથી. પેન્ટહાઉસમાં સલૂન, આકાશદર્શન માટેની સુવિધા, લાઇબ્રેરી, મીડિયા-રૂમ, બ્રેકફાસ્ટ-રૂમ, કિચન, ગેસ્ટ અને પ્રાઇવેટ લિફટ છે.