વિશ્વનું પહેલું વજાઇના મ્યુઝિયમ ખૂલશે બ્રિટનમાં
વજાઇના મ્યૂઝિયમ
લંડનમાં બહુ જલદીથી એક અતિવિચિત્ર મ્યુઝિયમ ખૂલવાનું છે જેનું નામ છે વજાઇના મ્યુઝિયમ. ૧૬ નવેમ્બરે એ ખુલ્લું મુકાશે જે બનાવવા માટે લગભગ ૪૪ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. ફ્લોરેન્સ શેક્ટર આ મ્યુઝિયમની ફાઉન્ડર છે. તેણે થોડાંક વર્ષો પહેલાં પેનિસ મ્યુઝિયમ વિશે જાણેલું ત્યારે જ તેને સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટનું પણ મ્યુઝિયમ હોવું જોઈએ એવું લાગ્યું અને તેણે એ માટેની તૈયારી કરી દીધી. આ મ્યુઝિયમમાં મહિલાઓને થતા રોગો વિશે પણ ખુલ્લામને વાતચીતના ચર્ચાસત્રો યોજાશે. મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ્સ વિશેની ખોટી ભ્રાંતિઓ બાબતે જાગૃતિ લાવવા માટે આ મ્યુઝિયમ કામ કરશે. ૨૦૧૭માં આ મ્યુઝિયમ ખોલવાનો વિચાર ફ્લોરેન્સને પહેલી વાર આવેલો. આઇસલૅન્ડમાં પેનિસ મ્યુઝિયમમાં વિવિધ પ્રાણીઓની પેનિસને ડિસ્પ્લે કરવામાં આવી છે. એ જોઈને ફ્લોરેન્સે મહિલાઓનો વિચાર કર્યો. આ મ્યુઝિયમમાં શું-શું હશે એની વિગતો થોડા જ સમયમાં જાહેર થશે અને લોકો માટે એ ખુલ્લી મૂકવામાં આવશે.