આ વૉટર સ્લાઇડ રૉયલ કૅરિબિયન નેવિગેટર ઑફ ધ સીઝ નામની ક્રૂઝ શિપ પર છે
Offbeat
વિશ્વની સૌથી લાંબી સ્લાઇડ
જો તમને વૉટરપાર્કની મુલાકાત લેવાનું ગમતું હોય અને સ્લાઇડમાં સરકવાનું મન થતું હોય તો વિશ્વની સૌથી લાંબી વૉટર સ્લાઇડ અને એ પણ દરિયામાં હોય એ અનુભવ યાદગાર બની રહેશે. ઍલેક્સ ઓજેડાએ ઇન્સ્ટાગ્રામ પર ગયા શુક્રવારે એક વિડિયો પોસ્ટ કર્યો હતો. ઍલેક્સ ઓજેડા દુનિયાભરના વૉટરપાર્કમાં જઈને ત્યાંથી વિડિયો શૅર કરે છે. આ વૉટર સ્લાઇડ રૉયલ કૅરિબિયન નેવિગેટર ઑફ ધ સીઝ નામની ક્રૂઝ શિપ પર છે અને ૮૦૦ મીટર લાંબી છે. આ સ્લાઇડને બ્લાસ્ટર નામે ઓળખવામાં આવે છે. કોઈ પણ શિપ પર હોય અને પાણીની ઉપર હોય એવી આ સૌથી લાંબી સ્લાઇડ છે.