Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પૅરા-ઍસ્ટ્રોનૉટને થયો વિશેષ અનુભવ

પૅરા-ઍસ્ટ્રોનૉટને થયો વિશેષ અનુભવ

02 May, 2023 11:49 AM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૉન મૅકફોલ ૧૯ વર્ષનો હતો ત્યારે મોટરસાઇકલ અકસ્માતમાં તેણે એક પગ ગુમાવ્યો હતો અને હાલમાં કૃત્રિમ પગનો ઉપયોગ કરે છે

જૉન મૅકફોલ

Offbeat News

જૉન મૅકફોલ


અવકાશમાં જ્યાં ગુરુત્વાકર્ષણ નથી ત્યાં સામાન્ય વ્યક્તિ માટે પણ હલનચલન મુશ્કેલ છે તો દિવ્યાંગ લોકો માટે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હશે એવું વિચારીને યુરોપિયન સ્પેસ એજન્સીએ એક ​દિવ્યાંગ અવકાશયાત્રીને પસંદ કર્યો છે જેનું નામ છે જૉન મૅકફોલ. પ્રથમ વખતનો તેનો અનુભવ યાદગાર હતો. ટ્રેઇનિંગ દરમ્યાન તે હવામાં હતો અને તેનું આખું શરીર તરતું હતું. માથું છત સાથે અથડાતું નથી. વજન વગરના હોવું એ એક અનોખો અનુભવ છે, પરંતુ અચાનક આ અસરને બંધ કરવામાં આવતાં તે જમીન પર ફસડાય છે. જૉન મૅકફોલ ૧૯ વર્ષનો હતો ત્યારે મોટરસાઇકલ અકસ્માતમાં તેણે એક પગ ગુમાવ્યો હતો અને હાલમાં કૃત્રિમ પગનો ઉપયોગ કરે છે. શારીરિક રીતે વિકલાંગ લોકો અવકાશમાં કઈ રીતે કામ કરશે એવું વિચારીને જે ભરતી કરવામાં આવી છે એમાં જૉન મૅકફોલનો નંબર લાગ્યો છે. પગ ગુમાવ્યા બાદ તે નિરાશ નહોતો થયો. કૃત્રિમ પગની મદદથી તે પહેલાં ચાલવાનું અને ત્યાર બાદ દોડવાનું શીખ્યો. ૨૦૦૮ની બીજિંગ પૅરાલિમ્પિક્સમાં ૧૦૦ મીટરની દોડમાં તે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ તેણે ડૉક્ટર બનવાનું નક્કી કર્યું હતું અને હાલમાં તે ટ્રૉમા અને ઑર્થોપેડિક સર્જ્યન તરીકે કામ કરે છે. જોકે અવકાશયાત્રી તરીકે કામ કરવા માટે તેણે પોતાની આ તમામ કામગીરીમાંથી બ્રેક લીધો છે. ટ્રેઇનિંગ માટેની ફ્લાઇટમાંથી જ્યારે ગુરુત્વાકર્ષણની અસર બંધ કરવામાં આવે છે ત્યારે તેઓ એક બટાટાની જેમ નીચે પટકાય છે. ગુરુત્વાકર્ષણની અસર ન હોય ત્યારે ઘૂંટણને કઈ રીતે વાળવો એ શીખી ગયો છે. જોકે માત્ર આ ટ્રેઇનિંગમાં પસંદ થયાનો અર્થ એવો નથી કે એને અવકાશયાનમાં જવા મળશે, પરંતુ તેને આ નવી કામગીરી ગમે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2023 11:49 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK