ઘણા કીમિયા ઘણી વાર હાસ્યાસ્પદ લાગે છે પણ હોય છે ક્રીએટિવ. મકાનનું પ્લાસ્ટર કરવા માટે કૉન્ટ્રૅક્ટરો મોટે ભાગે બાંબુના માંચડા બાંધે છે
અજબગજબ
JCBની હાઇડ્રોલિક ક્રેન સાથે ટ્રૉલી બાંધી દીધી
ઘણા કીમિયા ઘણી વાર હાસ્યાસ્પદ લાગે છે પણ હોય છે ક્રીએટિવ. મકાનનું પ્લાસ્ટર કરવા માટે કૉન્ટ્રૅક્ટરો મોટે ભાગે બાંબુના માંચડા બાંધે છે, પણ કેટલાક ભેજાબાજ માણસોએ ૩ માળના મકાનનું પ્લાસ્ટર કરવા માટે JCB અને ટ્રૅક્ટર ટ્રૉલીનો ઉપયોગ કર્યો છે. આ લોકોએ JCBની હાઇડ્રોલિક ક્રેન સાથે ટ્રૉલી બાંધી દીધી છે અને એમાં ઊભા રહીને મજૂરોએ ત્રીજા માળની દીવાલ પર પ્લાસ્ટર કર્યું હતું. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. કેટલાકે આને મગજની ઊપજ ગણાવી છે તો કેટલાકે જોખમી પણ ગણાવી છે.