વાળ એ મહિલાઓના સૌંદર્યનું અભિન્ન અંગ તો છે જ, પણ મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લામાં તો આવકનું સાધન પણ છે.
અજબગજબ
મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લામાં મહિલાઓ વાળ વેચીને કિલોએ ૩૦૦૦ રૂપિયા સુધીની કમાણી કરી લે છે.
વાળ એ મહિલાઓના સૌંદર્યનું અભિન્ન અંગ તો છે જ, પણ મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લામાં તો આવકનું સાધન પણ છે. ત્યાંની મહિલાઓ વાળ વેચીને કિલોએ ૩૦૦૦ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. કેટલીક મહિલાઓએ તો આને આવકનો વધારાનો સ્રોત જ બનાવી લીધો છે. અત્યારે દિવાળીનો તહેવાર નજીક છે એટલે બીજી વસ્તુઓની જેમ વાળના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. પહેલાં ૧ કિલો વાળના ૨૫૦૦ રૂપિયા મળતા હતા અને અત્યારે ૩૦૦૦ રૂપિયા મળે છે. મહિલાઓ વાળના બદલામાં રોકડ અથવા વસ્તુ લે છે. વાળ ખરીદનારા શેખ યુનુસે કહ્યું કે રોજ લગભગ ૨૫૦ ગ્રામથી અડધો કિલો વાળ એકઠા કરીને દિલ્હી, મુંબઈ અને બૅન્ગલોર જેવાં મોટાં શહેરોમાં વાળ વેચીએ છીએ. એમાંથી વિગ સહિતની વસ્તુઓ બનાવાય છે.