૩૯ વર્ષનો પાવેલ ડુરોવ રશિયાનો છે અને તેણે લગ્ન નથી કર્યાં છતાં બાયોલૉજિકલ તે ઘણાં બાળકોનો પિતા છે
પાવેલ ડુરોવ
ઇન્સ્ટન્ટ મેસેજ સર્વિસ ટેલિગ્રામના ફાઉન્ડર પાવેલ ડુરોવના સ્પર્મ માટે મહિલાઓ પડાપડી કરી રહી છે. પાવેલ ડુરોવે હાલમાં કહ્યું હતું કે ૧૨ દેશમાં મારાં ૧૦૦થી વધુ બાળકો છે. ૩૯ વર્ષનો પાવેલ ડુરોવ રશિયાનો છે અને તેણે લગ્ન નથી કર્યાં છતાં બાયોલૉજિકલ તે ઘણાં બાળકોનો પિતા છે. ૧૫ વર્ષથી સ્પર્મ ડોનેટ કરી રહ્યો હોવાથી હવે તેણે એ બંધ કરી દીધું છે. જોકે એમ છતાં એક સ્પર્મ ડોનેશનના ક્લિનિકમાં તેનું સ્પર્મ હજી પણ સાચવી રાખવામાં આવ્યું છે જેથી એનો ઉપયોગ ભવિષ્યમાં કરી શકાય. રશિયાની એક ન્યુઝ-ચૅનલે જણાવ્યા મુજબ પાવેલનું સ્પર્મ મેળવવા માટે ક્લિનિકમાં ઘણી લાંબી લાઇનો લાગી રહી છે. અમુક મહિલાઓ પાવેલના સ્પર્મ માટે લાંચ પણ આપી રહી છે.