નેટિઝન્સને આ ક્યુટ પ્રપોઝલ ખૂબ ગમી છે.
Offbeat News
બૉયફ્રેન્ડની યુનિક પ્રપોઝલ વાઇરલ, ટ્વિટર પર મળ્યા ૧.૬૮ કરોડ વ્યુઝ
મનગમતી વ્યક્તિને પ્રપોઝ કરવા માટે લોકો ખાસ પ્લાન બનાવે છે, જેને માટે લોકો અનેક ક્રીએટિવ રીત અપનાવે છે. હવે ટ્વિટર યુઝર @amymaymaccએ તેની આ ખાસ પળ વિશે જણાવ્યું હતું. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે ‘હું ક્યારેય આના વિશે ચૂપ રહેવાની નથી. તેણે એક કીબોર્ડ સાથે તેની ગર્લફ્રેન્ડ બનવા માટે મને પ્રપોઝ કર્યું હતું.’
ADVERTISEMENT
આ યુવતીએ તેના બૉયફ્રેન્ડના ક્રીએટિવ કીબોર્ડની ઇમેજ પણ પોસ્ટ કરી હતી, જેમાં કીઝ એ રીતે અરેન્જ કરવામાં આવી હતી, જેમાં વંચાય, ‘બી માય ગર્લફ્રેન્ડ સાયાંગ.’ આ કપલના સેલ્ફીને પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટ્વીટની ખૂબ ચર્ચા થઈ રહી છે. નેટિઝન્સને આ ક્યુટ પ્રપોઝલ ખૂબ ગમી છે. આ સ્ટોરીને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી એના બીજા જ દિવસે એણે ૧.૬૮ કરોડ વ્યુઝ મેળવ્યા હતા.