માત્ર બે દિવસ પહેલાં પોસ્ટ કરાયેલા આ પેઇન્ટિંગને એક લાખ કરતાં વધુ વ્યુઝ, ૬૦૦૦ લાઇક્સ અને અનેક ટિપ્પણી મળી છે.
Offbeat News
આ પેઇન્ટિંગ છે, ફોટોગ્રાફ નથી
કેટલાક આર્ટિસ્ટ તેમની કલાનું પ્રદર્શન કરવા આગવી શૈલી ધરાવતા હોય છે, જેમ કે અનાજમાંથી શિલ્પ બનાવવું કે મેક-અપનો ઉપયોગ કરીને અદ્ભુત પેઇન્ટિંગ દોરવું. તાજેતરમાં એક આર્ટિસ્ટે વરસાદી મોસમમાં કારની વિન્ડોમાંથી દેખાતા દૃશ્યને કૅન્વસ પર ઉતાર્યું છે, જે જોઈને નેટિઝન્સ સ્તબ્ધ થઈ ગયા છે.
રિયોના બુથેલો નામની ૨૫ વર્ષની આર્ટિસ્ટે ટ્વિટર પર તેનું ઑઇલ પેઇન્ટિંગ મૂકીને કૅપ્શન લખી છે, ‘વરસાદી કાર વિન્ડો પરનું મારું ઑઇલ પેઇન્ટિંગ.’ આર્ટિસ્ટના પેઇન્ટિંગમાં બ્લુ, લાલ, કાળા અને સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ એટલું વાસ્તવવાદી લાગે છે જાણે તમે સાચે જ કારની વિન્ડોની બહારનું દૃશ્ય જોઈ રહ્યા હો. માત્ર બે દિવસ પહેલાં પોસ્ટ કરાયેલા આ પેઇન્ટિંગને એક લાખ કરતાં વધુ વ્યુઝ, ૬૦૦૦ લાઇક્સ અને અનેક ટિપ્પણી મળી છે.