તે એક પપીની જેમ જ ચાર પગે ચાલે છે, ગળામાં પટ્ટો ભરાવીને વૉક કરવા નીકળે છે અને અલગ પાંજરામાં સૂવે છે
Offbeat
ટેક્સસની પપીની છોકરી પપીની જેમ રહેવા વાળી છોકરી
તમે ડૉગ લવર્સ તો અનેક જોયા હશે, પણ ટેક્સસમાં એક એવી છોકરી છે જેને ડૉગી એટલા ગમે છે કે તે પોતાની જૉબ છોડીને એક પપીની જેમ રહેવા લાગી છે! આ પપી-ગર્લનું નામ જેના છે જે ટેક્સસના ઑસ્ટિનમાં રહે છે. જેનાને બાળપણથી જ પપી પ્લે કરવાનો શોખ હતો અને આ શોખ તેણે આજે પણ જાળવી રાખ્યો છે. તેને ડૉગ્સનો કૅરફ્રી ઍટિટ્યુડ પસંદ હોવાથી પપી બનવામાં રસ જાગ્યો હતો. તે એક પપીની જેમ જ ચાર પગે ચાલે છે, ગળામાં પટ્ટો ભરાવીને વૉક કરવા નીકળે છે અને અલગ પાંજરામાં સૂવે છે! તે ભસે છે, જમીન પરના બાઉલમાંથી પાણી પીએ છે અને વસ્તુ મોંથી પકડવા દરમ્યાન નદીમાં પણ કૂદી પડે છે. આશ્ચર્યની વાત એ છે કે તેના બૉયફ્રેન્ડ લૉરેન્ઝોએ પણ તેની ગર્લફ્રેન્ડની પપીનેસને અપનાવી છે અને તે તેને ડૉગ પાર્કમાં વૉક કરાવવા લઈ જાય છે! લૉરેન્ઝોનું કહેવું છે કે તેને આ વિચિત્ર નથી લાગતું અને તે પોતાની ગર્લફ્રેન્ડને સપોર્ટ કરે છે.