ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં લુડો ગેમ રમવાના ઍડિક્શનના કારણે એક મહિલાની જિંદગીમાં ઊથલપાથલ મચી ગઈ.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં લુડો ગેમ રમવાના ઍડિક્શનના કારણે એક મહિલાની જિંદગીમાં ઊથલપાથલ મચી ગઈ. દાવ પર લગાવવા માટે તેની પાસે રૂપિયા ખૂટી પડ્યા તો આખરે તેણે પોતાની જાતને જ દાવ પર મૂકી હતી અને તેના મકાનમાલિક સામે હારી ગઈ હતી.
આ મહિલાનું નામ રેણુ છે. તેનો પતિ રાજસ્થાનના જયપુરમાં કામ કરીને ત્યાંથી તેને રૂપિયા મોકલાવતો હતો. આ રૂપિયાથી તે જુગાર રમતી હતી. નગર કોટવાલીમાં દેવકાલી વિસ્તારની આ ઘટના છે. આ મહિલા તેના મકાનમાલિકની સાથે રેગ્યુલર લુડો રમતી હતી.
એક દિવસ જ્યારે તેઓ બન્ને રમી રહ્યાં હતાં ત્યારે આ મહિલાની પાસે રૂપિયા ખૂટી પડ્યા તો તેણે પોતાની જાતને જ દાવ પર મૂકી દીધી હતી.
એ પછી તેણે તેના પતિને ફોન પર આખી ઘટના કહી. તેનો પતિ પ્રતાપગઢ આવ્યો અને પોલીસ-ફરિયાદ કરી. તેણે સોશ્યલ મીડિયા પર પણ તેની વ્યથા કહી અને હવે તેની પોસ્ટ વાઇરલ થઈ રહી છે. આ મહિલા હવે તેના મકાનમાલિકની સાથે રહેવા લાગી છે.