ચીનના ચાંગઝોઉમાં એક મહિલાને તેના મૂનકેકમાં એક દાંત મળ્યો, જેનાથી સોશિયલ મીડિયા પોસ્ટ અને ફરિયાદ થઈ. સ્ટોર માલિક જવાબદારી નકારે છે.
અજબગજબ
વાયરલ તસવીર
હમણાં-હમણાંથી ખાવાપીવાની વાનગીઓમાં ભળતીસળતી વસ્તુઓ નીકળવાના અનેક કિસ્સા બની રહ્યા છે. આવું આપણે ત્યાં જ નહીં, ચીનમાં પણ બન્યું છે. ત્યાંના જિયાંગ્સૂ રાજ્યમાં ચાંગઝોઉમાં મહિલાએ એક સ્ટોરમાંથી મૂનકેક ખરીદી હતી. ઘરે આવીને મહિલા મૂનકેકનું બૉક્સ ખોલીને ખાવા ગઈ ત્યાં એમાંથી માણસનો દાંત નીકળ્યો હતો. દાંતમાં ગમ પણ લાગેલો હતો. મહિલાએ દાંતવાળી મૂનકેક અને બિલ સોશ્યલ મીડિયામાં શૅર કર્યું હતું. મહિલાએ સ્ટોરના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફૂડ ડિપાર્ટમેન્ટ પણ મૂનકેકમાંથી દાંત ક્યાંથી આવ્યો એની તપાસ કરી રહ્યો છે. જોકે સ્ટોરના માલિકે પોતાનો વાંક નથી એવું કહ્યું છે.