તે અત્યારે નૉર્થ અમેરિકા અને લેટિન અમેરિકામાં સૌથી ઊંચા પર્વત પિકો ડે ઓરિઝાબાની શિખર પર અત્યંત વિપરીત વાતાવરણમાં રહે છે.
Offbeat News
પેરલા તિજેરિના
મેક્સિકોના સેલટિલ્લોની ૩૧ વર્ષની મહિલા પેરલા તિજેરિના મહિલાઓ માટે કશું અશક્ય નથી એ પુરવાર કરવા માટે એક વિશેષ કોશિશ કરી રહી છે. તે અત્યારે નૉર્થ અમેરિકા અને લેટિન અમેરિકામાં સૌથી ઊંચા પર્વત પિકો ડે ઓરિઝાબાની શિખર પર અત્યંત વિપરીત વાતાવરણમાં રહે છે. તેનો હેતુ વર્લ્ડ રેકૉર્ડ તોડવાનો અને મહિલાઓને પડકારનો સામનો કરવા માટે પ્રેરણા આપવાનો છે. પેરલા દરિયાઈ સપાટીથી ૧૮,૪૯૧ ફુટની ઊંચાઈએ બરફથી ઢંકાયેલા જ્વાળામુખીની ટોચ પર ૩૨ દિવસ ગાળશે.
પેરલા અત્યારે અત્યંત વિપરીત હવામાનની સ્થિતિનો સામનો કરી રહી છે. અત્યંત પાવરફુલ પવન અને વીજળીને કારણે તેને માટે પડકારજનક સ્થિતિ છે. આ ચૅલેન્જ સ્વીકારતાં પહેલાં તેનું મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
તેણે કહ્યું કે ‘હું આ શિખર પર એકલી નથી. મારી પાસે વાંચવા માmeટે અનેક બુક્સ છે. હું મેડિટેશન કરું છું. હું મોટિવેશન ઇચ્છતી તમામ મહિલાઓ માટે એક ઇન્સ્પિરેશન બનવા ઇચ્છું છું.’