સામાન્ય રીતે ફિલ્મોમાં આવાં દૃશ્યો જોયાં હોય છે, પણ ઇન્દોરના મલ્હારગંજ વિસ્તારના દલાલબાગમાં આવી સાચી ઘટના બની હતી. દલાલબાગમાં ગુરુવારે મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ લગ્નસમારંભ યોજાયો હતો
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે ફિલ્મોમાં આવાં દૃશ્યો જોયાં હોય છે, પણ ઇન્દોરના મલ્હારગંજ વિસ્તારના દલાલબાગમાં આવી સાચી ઘટના બની હતી. દલાલબાગમાં ગુરુવારે મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ લગ્નસમારંભ યોજાયો હતો. એમાં એક મહિલા આવી ચડી અને લગ્નના માંડવે બેઠેલા વરરાજા સામે છેતરપિંડીનો આરોપ મૂક્યો. તે મહિલાએ કહ્યું કે અત્યારે જે લગ્ન કરવા બેઠો છે તે નીલેશ યાદવ પહેલેથી જ પરણેલો છે, નીલેશે મારી સાથે છેતરપિંડી કરી છે. નીલેશ અને તેની ભાવિ પત્ની એ મહિલા સાથે વાત કરવા ગયાં ત્યારે મહિલાએ બન્ને સાથે મારામારી કરી હતી. જાણ થઈ એટલે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મહિલાની ફરિયાદ લઈને નીલેશની અટકાયત કરી હતી. નીલેશની ભાવિ પત્નીએ પણ ફરિયાદ નોંધાવી છે.