Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભૂલથી વિડિયો શૂટિંગ ચાલુ રહેતાં પત્નીનું અફેર પકડાતાં ગણાવ્યો તેને પોતાનો ભાઈ

ભૂલથી વિડિયો શૂટિંગ ચાલુ રહેતાં પત્નીનું અફેર પકડાતાં ગણાવ્યો તેને પોતાનો ભાઈ

Published : 03 May, 2023 12:27 PM | IST | Perth
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવી જ એક ઘટના ઑસ્ટ્રેલિયાના પર્થમાં નોંધાઈ હતી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

Offbeat News

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


મોબાઇલ દ્વારા વિડિયો શૂટિંગ બહુ સહેલું થઈ ગયું છે. આપણે નાની-મોટી દરેક ઘટનાનું વિડિયો-શૂટિંગ કરતા હોઈએ છીએ, પણ ઘણી વખત આપણે આ વિડિયો શૂટિંગ બંધ કરવાનું ભૂલી જઈએ છીએ ત્યારે મોટી મુસીબતમાં મુકાઈ જઈએ છીએ. આવી જ એક ઘટના ઑસ્ટ્રેલિયાના પર્થમાં નોંધાઈ હતી. રેબેકા ઝેમેક નામની મહિલાએ પોતાના પાલતુ ડૉગની બીમારીનો એક વિડિયો પોતાના પતિ સાથે અન્ય મિત્રોને બતાવી રહી હતી. વિડિયોની શરૂઆતમાં ડૉગને લઈને વાત કરે છે. વાત પૂરી થયા બાદ તે મોબાઇલ બાજુએ મૂકી દે છે. રેબેકાને એમ હોય છે કે તેણે મોબાઇલનું રેકૉર્ડિંગ બંધ કરી દીધું હશે, પણ એવું નહોતું. એ દરમ્યાન એક અજાણી વ્યક્તિ ત્યાં આવે છે અને રેબેકાને ભેટે છે અને બન્ને એકમેકને કિસ કરે છે. એ જોઈને બધા આશ્ચર્યચકિત થાય છે. પતિ પૂછે છે કે આ વ્યક્તિ કોણ છે? બધાની વચ્ચે પકડાઈ જવાની બીકે રેબેકા તેને પોતાનો ભાઈ ગણાવે છે. દરમ્યાન ગ્રુપમાંથી કોઈક કહે છે કે હું મારા ભાઈને આ રીતે કિસ નથી કરતી. રેબેકા ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આમાં કંઈ ખોટું નથી. પતિ બીજી વખત વિડિયો ચાલુ કરવાનું કહે છે અને કહે છે કે હું તારા ભાઈને ઓળખું છું. તે ફરી રેબેકાને પૂછે છે ત્યારે તે ફરી પોતાનો ભાઈ હોવાનું જણાવે છે. આખરે રેબેકા અન્ય વ્યક્તિ સાથેનો સંબંધ સ્વીકારી લે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2023 12:27 PM IST | Perth | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK