પત્ની હો તો ઐસી, વૅલેન્ટાઇન્સ ડેએ પતિને મોકલી તેને ગમતી મહિલાઓની તસવીરો
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં ગ્લૉરિયા નામની એક મહિલાએ તેના પતિને વૅલેન્ટાઇન્સ ડે ગિફ્ટરૂપે મોકલેલી સ્ત્રીઓની તસવીરો છે. બન્નેના પરસ્પર સંવાદમાં એ પુરુષે તેને ખૂબ ગમતી સ્ત્રીઓની વાતો ગ્લૉરિયાને જણાવી હશે. એ વાતો યાદ રાખીને ગ્લૉરિયાએ એક વિડિયો બનાવીને ‘ટિક ટૉક’ પર પોસ્ટ કર્યો અને પછી ઇન્સ્ટાગ્રામ પર પણ મૂક્યો. વૅલેન્ટાઇન્સ ડે એટલે પ્રિય વ્યક્તિનો રાજીપો મેળવવાનો દિવસ, એવું માનતી એ મહિલાની પોસ્ટ અનેક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર વાઇરલ થઈ છે. એ ૧૭ સેકન્ડની વિડિયો-ક્લિપને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. બ્રિટનના ‘ડેઇલી મેઇલ’ અખબારે એ વિડિયો-ક્લિપને સંબંધિત બાબતોનું વ્યાપક વિવરણ કર્યું છે.

