Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોણ છે આ? રૂપ,રંગ અને અંગો એટલે હુબહુ શાહરુખ ખાન, જેને જોવા માનવ મહેરામણ ઉમટ્યું

કોણ છે આ? રૂપ,રંગ અને અંગો એટલે હુબહુ શાહરુખ ખાન, જેને જોવા માનવ મહેરામણ ઉમટ્યું

Published : 16 February, 2023 02:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ દિવસોમાં ઈન્ટરનેટ પર શાહરૂખ ખાનના ડુપ્લિકેટની ચર્ચા થઈ રહી છે. શાહરૂખ ખાનના ગીતો પર વીડિયો બનાવનાર વ્યક્તિનું નામ ઈબ્રાહિમ કાદરી (Ibrahim Qadri)છે. ઈબ્રાહિમ કાદરીએ `પઠાન`ના ગીત `બેશરમ રંગ` પર ઈન્સ્ટાગ્રામ રીલ બનાવી છે જે જોઈને તમને થશે કે...

તસવીર: સૌ.ઈન્સ્ટાગ્રામ

તસવીર: સૌ.ઈન્સ્ટાગ્રામ


શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના ચાહકો માટે 2023 ખૂબ જ ખાસ રહ્યું છે. બૉલિવૂડ બાદશાહ `પઠાન` (Pathaan)થી ચાર વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરી છે. શાહરુખ ખાન મોટા પડદા પર ધમાલ મચાવી રહ્યાં છો તો બીજી બાજુ શાહરુખનો હમશકલ સોશિયલ મીડીયા પર ધૂમ મચાવી રહ્યો છે. જે ડિટ્ટો શાહરુખ ખાન જેવો દેખાય રહ્યો છે. 


સોશિયલ મીડિયાના જમાનામાં રોજેરોજ એક યા બીજી વ્યક્તિ વાયરલ થતી રહે છે. આ દિવસોમાં ઈન્ટરનેટ પર શાહરૂખ ખાનના ડુપ્લિકેટની ચર્ચા થઈ રહી છે. શાહરૂખ ખાનના ગીતો પર વીડિયો બનાવનાર વ્યક્તિનું નામ ઈબ્રાહિમ કાદરી (Ibrahim Qadri)છે. ઈબ્રાહિમ કાદરીએ `પઠાન`ના ગીત `બેશરમ રંગ` પર ઈન્સ્ટાગ્રામ રીલ બનાવી અને પછી તો જાણે લાઈક્સનો ઢગલો થવા લાગ્યો. વીડિયોમાં તે બિલકુલ શાહરૂખ ખાન જેવો જ દેખાય છે.



ઈબ્રાહિમ માત્ર કિંગ ખાન જેવો દેખાતો નથી, પરંતુ તેણે `પઠાણ` ગીતમાં શાહરૂખ ખાનના લુકને પણ કોપી કર્યો છે. વીડિયોમાં તેની સ્ટાઈલ અને એક્સપ્રેશન બોલિવૂડના બાદશાહની જેમ જ દેખાય છે. ઈબ્રાહિમ કાદરીના વીડિયો અને ફોટા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.તેને પહેલી નજરે જોઈને એ ઓળખવું મુશ્કેલ છે કે તે અસલી શાહરૂખ ખાન નથી. દરેકના મનમાં સવાલ છે કે કોઈ વ્યક્તિ શાહરૂખ જેવો કેવી રીતે દેખાઈ શકે. પરંતુ સત્ય એ છે કે ઈબ્રાહિમ શાહરૂખની કાર્બન કોપી છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ibrahim qadri (@ibrahim__qadri)


આ પણ વાંચો: ..તો આ ક્યુટી પાઈ રણબીરની દીકરી છે? આલિયાએ પોસ્ટ કરી બેબીની તસવીર

ઈબ્રાહિમે પટનાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં લોકો તેમની એક ઝલક મેળવવા માટે આતુર દેખાઈ રહ્યા છે. ફિલ્મ પઠાણની રિલીઝ બાદ ફેન્સ શાહરૂખ ખાનને ઘણો પ્રેમ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ચાહકો તેના લુકને પણ જોવા માટે બેતાબ દેખાઈ રહ્યા છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. ઈબ્રાહિમની એક ઝલક જોવા માટે તેના ચાહકો ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા છે. શાહરૂખના ફેન્સ પણ તેના લુકને ઘણો પ્રેમ આપી રહ્યા છે. તેને જોવા માટે ભારે ભીડ જામી છે.

ઈબ્રાહીમ કાદરીના વાઈરલ વિડીયોને જોયા બાદ તેના વિશે જાણવાની ઈચ્છા તો થાય જ. તેથી તેના વિશે અમે કેટલીક માહિતી મેળવી છે. ઈબ્રાહિમ કાદરી ઈન્સ્ટાગ્રામ પર ટૂંકા વીડિયો બનાવવા માટે જાણીતો છે. બાયોમાં તેણે પોતાને એક એન્ટરટેનર તરીકે ગણાવ્યો છે.આ સિવાય તે `સેનોરિટા` મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચુક્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તેના હજારોમાં ફોલોઅર્સ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ibrahim qadri (@ibrahim__qadri)

શાહરુખ ખાનના હમશકલને જોવા લોકોની ભીડ ઉમટી પડે છે. એક વાર એના વીડિયો જોયા પછી બને કે તમને પણ વારંવાર એને જોવાનું મન થાય. સોશિયલ મીડિયા પર ઈબ્રાહિમ કાદરીનો`દબદબો છે, પરંતુ હવે જોઈએ આના વિશે જાણીને શાહરુખ ખાનની કેવી પ્રતિક્રિયા હશે. 

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK