મેકૅનિક નૅશનલ હાઇવે 66 પર કોટેશ્વર નજીક ટાયર રિપેર કરી રહ્યો હતો ત્યારે એમાં હવા ભર્યા પછી ટાયર અચાનક ફાટ્યું હતું
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કણાટકના ઉડુપિમાં ૧૯ વર્ષનો મેકૅનિક પંક્ચર થયેલું બસનું ટાયર રિપેર કરી રહ્યો હતો ત્યારે જે બન્યું એ ઘટનાનો વિડિયો જોઈને સોશ્યલ મીડિયા પર લોકો સ્તબ્ધ થઈ ગયા છે. અબ્દુલ નામનો આ મેકૅનિક નૅશનલ હાઇવે 66 પર કોટેશ્વર નજીક ટાયર રિપેર કરી રહ્યો હતો ત્યારે એમાં હવા ભર્યા પછી ટાયર અચાનક ફાટ્યું હતું. અને ફાટ્યું પણ એવું જોરદાર કે એણે અબ્દુલને હવામાં દૂર ફંગોળી દીધો. અબ્દુલને આ વિચિત્ર અકસ્માતમાં હાથમાં ઈજા થઈ છે.