એક પશુ ચિકિત્સક સાથે વાત કર્યા બાદ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો નિર્ણય લઈ માર્કેટિંગની નોકરી છોડી દીધી હતી
Offbeat
ડૅનિયલ મૅકિનોને
મૃત પ્રાણીઓના આત્મા સાથે વાત કરી શકવાનો દાવો કરનાર ડૅનિયલ મૅકિનોને નામની મહિલાએ અજબ કારકિર્દી બનાવવા પોતાની કૉર્પોરેટની નોકરી છોડી દીધી હતી.
ડૅનિયલે કહ્યું કે મારા દાવા પર મારા મિત્રો કે પરિવારજનો વિશ્વાસ નહોતા કરી રહ્યા. તેની પાલતુ ચૉકલેટ લૅબ્રૅડોર બેલા બીમાર પડી ત્યારે તેણે એક પશુ ચિકિત્સક સાથે વાત કર્યા બાદ આ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો નિર્ણય લઈ માર્કેટિંગની નોકરી છોડી દીધી હતી. આ નવી કારકિર્દીમાં ડૅનિયલ પાલતુ પ્રાણીઓના માલિકોને તેમનાં પાળેલાં પ્રાણીઓ શું કહેવા માગે છે એ સમજાવે છે અને તેમના મૃત્યુ બાદ તેમને શાંતિ બક્ષે છે. તેણે કહ્યું કે જે વખતે પ્રાણીઓ મને નોકરી છોડવાનું કહી રહ્યાં હતાં ત્યારે હું ખૂબ ભયભીત હતી.
ADVERTISEMENT
નોકરી છોડ્યા બાદ જ્યારે તેણે પૂર્ણકાલીન વ્યવસાય અપનાવ્યો ત્યારે ઘણા માલિકો તેને તેમના મૃત્યુ પામેલાં પ્રાણીઓ સાથે જોડાણ સ્થાપિત કરી આપવા જણાવે છે. પ્રાણીઓ પોતાની જાતને કનેક્ટેડ બતાવવા માટે માનવો તેમના ગયા પછી શું કરે છે, કેવાં વસ્ત્રો પહેરે છે અને કેવી વાતો કરે છે એના સંકેત આપે છે.