ગસ નામની આ બિલાડીએ સિડનીના ઉત્તરી કિનારા પર યોજાયેલી સ્થાનિક સ્વિમિંગ રેસમાં વિજય મેળવ્યો હતો
Offbeat
ગસના માલિક રાજકીય રણનીતિકાર ગ્લેન ડ્રુરી
હાલમાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે પોતાની બિલાડીનું નામ ડૉગીઓની સ્વિમિંગ રેસમાં નોંધાવ્યા બાદ તેની બિલાડીને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ગસ નામની આ બિલાડીએ સિડનીના ઉત્તરી કિનારા પર યોજાયેલી સ્થાનિક સ્વિમિંગ રેસમાં વિજય મેળવ્યો હતો.
ગસના માલિક રાજકીય રણનીતિકાર ગ્લેન ડ્રુરીએ કહ્યું કે શરૂઆતમાં હું ગસ પ્રત્યે ભારે આકર્ષિત થયો હતો, કેમ કે મને ડૉગીની જેમ પાણીને પ્રેમ કરતી બિલાડી પસંદ હતી. જોકે પ્રત્યેકને ડૉગી જેવી પાણીપ્રેમી બિલાડી પસંદ નથી હોતી.
ADVERTISEMENT
ગ્લેન ડ્રુરીએ કહ્યું કે ૨૦૧૯ની વાર્ષિક સ્કૉટલૅન્ડ આઇલૅન્ડ ડૉગ રેસમાં ગસનું નામ નોંધાવતાં તેને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લાં લગભગ ૩૦ વર્ષથી ક્રિસમસની પૂર્વસંધ્યાએ ડૉગીઓની રેસ યોજાય છે, જેમાં સ્કૉટલૅન્ડ આઇલૅન્ડ અને સિડનીની ઉત્તરે આવેલા ચર્ચ પૉઇન્ટ વ્હાર્ફ વચ્ચેના ૫૫૦ મીટરના પટ્ટામાં રેસ યોજાય છે. વિજેતા ડૉગ જમવાનું અને બિયર મેળવશે. ગ્લેન ડ્રુરીએ કહ્યું કે મેં જ્યારે ફક્ત મોજ માટે રેસમાં બિલાડીને મૂકી હતી ત્યારે તેણે અનેક ડૉગીને પાછળ છોડી દીધા હતા. જોકે તેની આ મજાક તેને ભારે પડી હતી અને તેની બિલાડીને જાનથી મારવાની ધમકી તેને મળી હતી.