એક અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે ૨૦૨૪માં લગ્નનું સરેરાશ બજેટ ૩૬.૫ લાખ રૂપિયા રહ્યું છે અને ડેસ્ટિનેશન વેડિંગ પાછળ સરેરાશ ૫૧ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
લાઇફમસાલા
પ્રતીકાત્મક તસવીર
એક અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે ૨૦૨૪માં લગ્નનું સરેરાશ બજેટ ૩૬.૫ લાખ રૂપિયા રહ્યું છે અને ડેસ્ટિનેશન વેડિંગ પાછળ સરેરાશ ૫૧ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ૨૦૨૩માં એક લગ્ન પાછળ થયેલા સરેરાશ ખર્ચ કરતાં ૨૦૨૪ની રકમ ૭ ટકા વધુ છે. આ રિપોર્ટ વેડમીગુડ નામની એક વેડિંગ કંપનીએ તૈયાર કર્યો છે જેમાં ૩૫૦૦ કપલ્સનો સર્વે કરવામાં આવ્યો છે.
આ અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે ૯ ટકા લગ્નોમાં ૧ કરોડ રૂપિયા કરતાં વધુનો ખર્ચ થયો છે જ્યારે ૯ ટકા લગ્નોમાં ૫૦ લાખ રૂપિયાથી ૧ કરોડ રૂપિયાની વચ્ચેની રકમ વપરાઈ છે. ૪૦ ટકા યુગલોનું લગ્નનું બજેટ ૧૫ લાખ રૂપિયાથી ઓછું રહ્યું છે જ્યારે ૨૩ ટકા લગ્ન ૨૫ લાખથી ૫૦ લાખ રૂપિયામાં અને ૧૯ ટકા લગ્ન ૧૫ લાખથી ૨૫ લાખ રૂપિયામાં થયાં છે.