રસપ્રદ વાત એ છે કે અહીં સ્ટોરની અંદર અને બહાર જોઈએ એવા આઇગ્લાસિસ અને સનગ્લાસિસ બહુ ઓછી કિંમતે મળતા હતા
Offbeat
વિશિષ્ટ પ્રકારનું સ્પેક્ટેક્લ્સ મ્યુઝિયમ
જપાનની રાજધાની ટોક્યોની એક અનોખી શૉપિંગ સ્ટ્રીટ એક સમયે ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર હતી. ના, ના, અહીં કોઈ ખાસ જૅપનીઝ વસ્તુઓ નહોતી વેચાતી, માત્ર ને માત્ર ચશ્માં મળતાં હતાં. આ સ્થળ એક સમયે સાદું વેરહાઉસ હતું, જ્યાં બાદમાં હજારો રંગબેરંગી ચશ્માં ગોઠવીને વિશિષ્ટ પ્રકારનું સ્પેક્ટેક્લ્સ મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું હતું. અહીંના ઓનર યુતાકા તાકીએ માર્કેટિંગમાં મોટા પાયે રોકાણ કરીને પ્રવાસીઓને આકર્ષવા માટે ટૂર ઑપરેટર્સ સાથે ડીલ પણ કરી હતી. રસપ્રદ વાત એ છે કે અહીં સ્ટોરની અંદર અને બહાર જોઈએ એવા આઇગ્લાસિસ અને સનગ્લાસિસ બહુ ઓછી કિંમતે મળતા હતા જેથી ચશ્માપ્રેમીઓને તો જલસો જ પડી જાય! જોકે સ્ટોર ખૂલ્યાનાં ૫૦ વર્ષ બાદ કોરોનાએ આ મ્યુઝિયમનો પણ ભોગ લીધો અને બિઝનેસ મંદ પડી જવાને કારણે એને બંધ કરવાની ફરજ પડી હતી.