હેલ્પલાઇન ૯૧૧ પર ફોન કરીને તેણે મદદ માગવી પડી હતી
અજબગજબ
રકૂન
વૉશિંગ્ટનના કિટ્સેપ કાઉન્ટીની મહિલાને આ કહેવત લાગુ પડી છે. આ મહિલા થોડા સમય પહેલાં કેટલાંક રકૂનને ખવડાવતી હતી. થોડાં અઠવાડિયાં સુધી તો બધું બરાબર ચાલ્યું હતું, પણ પછી તેમની પાસે ખાવા આવનારાં રકૂનની સંખ્યા વધીને એકાએક ૧૦૦ થઈ ગઈ. એકસાથે આટલાંબધાં રકૂન જોઈને મહિલા ગભરાઈ ગઈ. કારણ કે એ પ્રાણીઓ આક્રમક થઈ ગયાં હતાં. ખાવાનું માગવા માટે રાતદિવસ તેમની આસપાસ જ ફર્યા કરતાં હતાં. ઘરના દરવાજા, બારીઓને નખ મારતાં. એ મહિલા કારમાં બહાર જવા નીકળે તો કારને ઘેરી લેતાં, નખ મારતાં. એ પ્રાણીઓનો ત્રાસ એટલો બધો વધી ગયો કે ત્યાંની હેલ્પલાઇન ૯૧૧ પર ફોન કરીને તેણે મદદ માગવી પડી હતી.