આ ખુરસીમાં અથડામણ રોકવા માટેનાં સેન્સર બૅક-અપ કૅમેરા, ટચ-સ્ક્રીન ડિસ્પ્લે, આર્મરેસ્ટમાં હેડલાઇટ્સ, એલઈડી પાર્ટી લાઇટ્સ, યુએસબી ચાર્જિંગ તેમ જ દસ્તાવેજ સ્ટોર કરવા માટે એક નાનું ખિસ્સું પણ આપ્યું છે
Offbeat News
ફૉક્સવેગને બનાવેલી હાઇ-ટેક ઑફિસ-ચૅર
કોઈ પણ ઑફિસમાં ખુરસી કાં તો વૉટરપ્રૂફ અથવા કાટ ન લાગે એવી હોય, જેમાં બેસીને કર્મચારી આરામથી કામ કરી શકે, પરંતુ મોટર-કંપની ફૉક્સવેગને તાજેતરમાં જ એક હાઇ-ટેક ઑફિસ-ચૅર બનાવીને તમામ વાતનો છેદ ઉડાડી દીધો છે. જર્મનીની કાર બનાવતી કંપનીએ મોટર અને કન્ટ્રોલ ધરાવતી એક ઑફિસ-ચૅર બનાવી છે, જે કલાકના ૧૨ માઇલની ઝડપે દોડી શકે છે. જોકે આ એકમાત્ર વિશિષ્ટતા આ ખુરસીની નથી.
આ યુનિક પ્રોજેક્ટ પાછળનો હેતુ એક ફૉક્સવેગન કારમાં જે-જે સુવિધાઓ હતી એ તમામ સુવિધાઓ આ ખુરસીમાં આપવાનો હતો. ડિઝાઇનર ટીમે ખરેખર સુંદર કામગીરી કરી છે. એણે આ ખુરસીમાં મોટર અને ડ્રાઇવિંગ કન્ટ્રોલ ઉપરાંત સીટ-બેલ્ટ, હૉર્ન, બિલ્ટ-ઇન-સ્પીકર્સ તેમ જ નાનાં પૈડાં માટે રિમ્સ પણ ગોઠવ્યાં છે.
ADVERTISEMENT
આ ખુરસીમાં અથડામણ રોકવા માટેનાં સેન્સર બૅક-અપ કૅમેરા, ટચ-સ્ક્રીન ડિસ્પ્લે, આર્મરેસ્ટમાં હેડલાઇટ્સ, એલઈડી પાર્ટી લાઇટ્સ, યુએસબી ચાર્જિંગ તેમ જ દસ્તાવેજ સ્ટોર કરવા માટે એક નાનું ખિસ્સું પણ આપ્યું છે. વળી આ ચૅરમાં એક બદલી શકાય એવી બૅટરી પણ છે, જે એક વખત ચાર્જ કરીએ તો ૧૨ કિલોમીટર સુધી ચાલી શકે છે. જો તમે આ ખુરસી ખરીદવા માગતા હો તો થોભો, ફૉક્સ વેગન કારે લોકોને જાણકારી આપવા માટે જ આ ખુરસી બનાવી હતી, જેને કારણે તેમની કારની ખાસિયતો વિશે ખબર પડે જેની એને ચલાવનારાઓને ખબર હોતી નથી. આ હાઇ-ટેક ઑફિસ-ચૅરને વિવિધ સ્થળોએ ટેસ્ટ-ડ્રાઇવ માટે પણ મોકલવામાં આવશે. આ ખુરસી જે પ્રમાણે લોકોને ગમી છે એ જોતાં કંપની આવી ખુરસીઓને બજારમાં લાવવા માટેનો નિર્ણય બદલી શકે છે, કારણ કે લોકોએ એ માટે કિંમત આપવાની તૈયારી પણ દર્શાવી છે.